Saturday, December 28, 2024
HomeGujaratમોરબીના જીવાપર(ચકમપર) ગામે વાડાની જમીનના વિવાદમાં બે સગા ભાઈઓ ઉપર ત્રણ ઈસમોએ...

મોરબીના જીવાપર(ચકમપર) ગામે વાડાની જમીનના વિવાદમાં બે સગા ભાઈઓ ઉપર ત્રણ ઈસમોએ કર્યો હુમલો

કુહાડી, લોખંડના પાઈપથી મારી નાખવાના ઇરાદે માર મરાયો

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના જીવાપર(ચકમપર) ગામે બે સગા ભાઈઓને પોતાના જ વાડા બાબતે ગામમાં રહેતા અન્ય પિતા-પુત્રો એમ ત્રણ શખ્સો દ્વારા કુહાડી, લોખંડના પાઇપ જેવા હથિયારોથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, આ સાથે ઇજાગ્રસ્ત બંને ભાઈઓને માથામાં, શરીરે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચાડી આરોપી ત્રણેય પિતા-પુત્રો ત્યાંથી નાસી ગયા હતા.

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જીવાપર(ચકમપર) ગામે રહેતા શૈલેષભાઇ ઉર્ફે સંજો જયંતિલાલભાઇ હમીરપરા ઉવ.૨૭ એ તાલુકા પોલીસ સમક્ષ આરોપી દેવજીભાઇ મનજીભાઇ સનુરા, પ્રવિણભાઇ દેવજીભાઇ સનુરા તથા પુનિતભાઇ દેવજીભાઇ સનુરા

રહે.બધા જીવાપર (ચકમપર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી સંજયભાઈ પોતાના વાડામા સાફ સફાઇ કરતા હોય ત્યારરે આરોપી દેવજીભાઈ ત્યાં આવીને કહેવા લાગ્યા કે ‘આ વાડો અમારો છે તુ કેમ સાફ કરેશ’ તેમ કહી સંજયભાઈને ગાળો આપી બોલાચાલી કરતા હોય તે દરમિયાન દેવજીભાઈના બંને પુત્રો આરોપી પ્રવીણભાઈ અને પુનિતભાઈ ત્યાં આવ્યા હતા. અને આ દરમિયાન આરોપી દેવજીભાઈએ સંજયભાઈને પકડી રાખતા બંને આરોપી પુનિતભાઈ અને પ્રવિનભાઈએ કુહાડી અને લોખંડના પાઈપથી માથામાં અને પગમાં માર મારી ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ ત્રણેય આરોપીઓ દ્વારા સંજયભાઇના ભાઈ રસિકભાઈને પણ લોખંડના પાઇપ વડે મારી હાથમાં ઇજાઓ પહોંચાડી ગુનો કરવામાં એકબીજાની મદદ કરવામાં આવી હતી, હાલ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!