Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીના જોધપર (નદી)ગામે ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા પુત્રીએ મોત માંગ્યુ

મોરબીના જોધપર (નદી)ગામે ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા પુત્રીએ મોત માંગ્યુ

મોરબીમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. તેવામાં મોરબીના જોધપર(નદી) નિલેષભાઇ પટેલની વાડીએ રહેતી માતાએ પુત્રીને રોટલા ઘડવા તથા ઘરકામ બાબતે ઠપકો આપવા પુત્રીને લાગી આવ્યું હતું. જેને કારણે તેને ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હાલ મોરબીના જોધપર(નદી) નિલેષભાઇ પટેલની વાડીએ રહેતી કિરણબેન સુરેશભાઇ ડામરા નામની ૨૦ વર્ષીય યુવતીને ગત તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ જોધપર(નદી) ગામના નિલેષભાઇ પટેલની વાડીએ તેની માતાએ રોટલા ઘડવા તથા ઘરકામ બાબતે ઠપકો આપતા યુવતીને મનોમન લાગી આવતા એકલતાનો લાભ લઇ વાડીના ખેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ તેને પ્રથમ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું ગત તા.૨૬/૧૨/૨૦૨૨ ના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!