હળવદના નવા ઇસનપુર ગામે રહેતા બળદેવભાઇ સોંડાભાઇ મકવાણા/દલવાડી ઉવ.૪૧એ જોગડ ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો, ત્યારે મરણ ગયેલ હાલતમાં મૃતકના ભાઈ ઈશ્વરભાઈ તેઓને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં બનાવ અંગે પોલીસબે જાણ કરતા, પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી, મૃતકના ભાઈ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી છે.