મૃતકના શરીર પર માર મરાયા ના અસંખ્ય નિશાનો જોવા મળ્યા છતાં પણ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના અધિકારીઓ વિરુદ્ધ હજુ સુધી ફરીયાદ કેમ નોંધાતી નથી ?
જૂનાગઢમાં પોલીસ કર્મીઓએ પોતાના પાપ છુપાડવા એક નિર્દોષને બલીનો બકરો બનાવી આગળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એસ.આર.પી.મા નોકરી કરતા આધેડને ડી.વાય.એસ.પી. કાપડીયાની ઓફીસમા બોલાવી ખોટા આક્ષેપો કરી તેને ફસાવી દેવાનું કાવતરું ઘડાયું હતું. જેને લઈ આધેડે પોતાની બદનામીના ભયથી ગળે ફાંસો ખાઇ આપ્યો હતો. તેવો આધેડના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. અને સમગ્ર મામલે ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નોંધવા જૂનાગઢ પોલીસ અધિક્ષકને પત્ર લખવામાં આવ્યો છે.
રીતેષકુમાર બ્રીજેશભાઇ લાવડીયા નામના યુવકે જૂનાગઢ પોલીસ અધિક્ષકને પત્ર લખી જણાવ્યું હતું કે, તેમના પિતા બ્રીજેશભાઇ લાવડીયા એસ.આર.પી.મા નોકરી કરતા હતા અને છેલા એક વર્ષથી જુનાગઢ પી.ટી,સી. તાલીમ શાળામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. જેઓ ગત તા-૨૦/૦૩/૨૦૨૩ ના રોજ બપોરના સમયે કંટ્રોલ રૂમ માથી ફોન આવતા કાપડીયા મેડમની ઓફિસે ગયેલ હતા. જે બાદ તેઓએ પોતાના પુત્ર રીતેષને ફોન કરી પ્રથમ પોતાની પત્ની સાથે વાત કરી બાદમાં પોતાના પુત્રને કહેલ કે, “બેટા મને અમારા ડી.વાય.એસ.પી. કાપડીયા સાહેબે તેની ઓફીસમા બોલાવેલ હતો, ત્યા કાપડીયા સાહેબ તથા પી.એસ.આઇ. ખાચર સાહેબ તથા બીજા બહેનો હાજર હતા, અને તેઓએ બધાએ અગાઉથી પ્લાન બનાવેલ હોય જેથી મારી ઉપર ખોટા આક્ષેપો કરેલ મારો કોઇ વાંક ગુન્હો નહી હોવા છતા, મને ખોટી રીતના ફસાવી દેવાની તથા બદનામ કરવાની ધમકીઓ આપેલ અને મે તેનો વિરોધ કરતા. ત્યા ઓફીસ અંદર બધાએ ભેગા મળીને મને લાકડીઓ દવારા માર મારી મને કહેલ કે હવે જો પી.ટી.સી.કેમ્પસમાં પગ મુકીશ તો તને હાલવા જેવો રેવા દેશું નહિ. તુ કેમ્પ મુકીને જતો રહે, અને આ બધા મોટા સાહેબો છે. મને ખોટી રીતના ફસાવી દેશે અને બદનામ કરશે. જેથી હુ મરી જાવ છુ છેલ્લા રામ રામ” તેવુ કહ્યું હતું. જેને લઇ બ્રિજેશભાઈના પુત્ર રીતેષકુમારે બનાવ અંગે પોતાના સંબંધીઓને જણાવી તેના પિતાની શોધમાં નીકળી ગયેલ હતો. તેમ છતાં યુવકને તેના પિતાનો પાટો ન લગતા તેણે જુનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશનમા જાણ કરેલ હતી. જે બાદ ગત તા. ૨૧/૦૩/૨૩ ના રોજ બપોરનાસમયે શાપુર ગામની સીમમા આવેલ એક વાડીમા યુવકના પિતા ગળા ટુપો ખાધેલ હાલતમા મળી આવતા સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પાર આવી જરૂરી કાર્યવાહી કરેલ હતી. બાદ તેઓની લાશને વંથલી હોસ્પીટલમા લઇ ગયેલ હતા. તેમજ શરીરે માર મારવાના નિશાન જણાતા લાશનું ફોરેન્સીક પી.એમ. જામનગર ખાતે કરાવવામાં આવ્યું હતું. તેમ રીતેષકુમાર બ્રીજેશભાઇ લાવડીયાએ પત્રમાં જણાવ્યું હતું. તેણે વધુમાં વિનંતી કરતા લખ્યું હતું કે, કેમ્પમા આવેલ ડી.વાય.એસ.પી. સાહેબની ઓફીસમા બનાવ બનેલ. ત્યારે ઓફીસમા ડી.વાય.એસ.પી. કાપડીયા સાહેબ તથા પી.એસ.આઇ. ખાચર સાહેબ અને બીજા પણ ઓફીસમા હતા. જેઓ કોણ કોણ હાજર હતા જેની સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ જોવાથી ખબર પડી શકે તેમ હોય જેથી કેમ્પસમા આવેલ સી.સી.ટી.વી. કેમેરાની સત્વરે તપાસ કરવા વિનંતી છે. અને આ મુજબની ફરિયાદ નોધી અમોને ન્યાય આપવા વિનતી છે.