Saturday, December 14, 2024
HomeGujaratમોરબીના કાલિકા પ્લોટમાં પતિ-પત્નીને લોખંડ-લાકડાના ધોકા વડે માર મારી જાતિ પ્રત્યે હડધૂત...

મોરબીના કાલિકા પ્લોટમાં પતિ-પત્નીને લોખંડ-લાકડાના ધોકા વડે માર મારી જાતિ પ્રત્યે હડધૂત કરતા બે ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

નવેરાની જગ્યા બંધ કરી રહેલ માથાભારે શખ્સોને ના પાડતા પતિ-પત્નીને ઘરમાં જઈ માર માર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીના અતિ સંવેદનશીલ વિસ્તાર એવા કાલિકા પ્લોટમાં રહેણાંકમાં

રહેતા પતિ-પત્નીને ઘરમાં જઈ બે માથાભારે શખ્સો દ્વારા લોખંડનો લાઈપ, લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો માર મરાયો હતો, જેમાં ભોગ બનનારના ઘરની પાછળ આવેલ નવેરામાં પતરા મારી નવેરું બંધ કરતા માથાભારે શખ્સને ના પાડતા એકદમ ઉશ્કેરાઈને પતિ-પત્નીને તેઓના ઘરમાં જઈ માર મારી જ્ઞાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કરી ઘર પાસે કેમ રહો છો તે અમે જોઈ લઈશું જેવી ગર્ભિત ધમકીઓ આપી હતી.

મોરબી કાલિકા પ્લોટ શેરી નં.૪ માં રહેતા મીલનભાઈ પોપટભાઈ જાદવ ઉવ.૩૦ એ સીટી એ ડિવિઝન પોલીસમાં આરોપી ઇબ્રાહિમભાઈ ઉર્ફે કાળુકાકા લંજા તથા સીરાજ દાઉદભાઈ લંજા સામે ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૨૮/૧૧ના રોજ બપોરના અરસામાં આરોપી ઇબ્રાહિમભાઈ ફરીયાદી મીલનભાઈના મકાનના પાછળના ભાગે નવેરામા પતરા મારી બંધ કરતા હોય જે બાબતે ફરીયાદીએ આરોપી ઇબ્રાહિમ ઉર્ફે કાળુકાકાને કહેતા જે તેઓને સારૂ નહી લાગતા આરોપી ઇબ્રાહિમભાઈ અને આરોપી સીરાજ હાથમા લાકડાના ધોકા અને લોખંડનો પાઇપ લઇ ફરીયાદીના ઘરમા ઘુસી જઈ ઉપરના માળે જઇ મીલનભાઈને લોખંડના પાઇપ વતી માથાના ભાગે તથા વાંસાના ભાગે માર મારી મુંઢ ઇજાઓ કરી હતી તથા આરોપી ઇબ્રાહિમભાઈએ ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ આરોપી સીરાજે ફરિયાદી મીલનભાઈના પત્નીને ઢીકામારી મુંઢ માર મારી ધક્કો મારી બન્ને આરોપી ફરીયાદીના મકાનેથી નીચે ઉતરી જાહેરમા ફરીયાદીને તેઓની જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી તમે હવે અહીં કેમ રહો છો અમે જોઇ લઇશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, હાલ સનાગર બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!