Sunday, November 24, 2024
HomeGujaratમોરબીમાં કાન્તિનગરમાં ટેમ્પોએ ચાર વર્ષના માસૂમ બાળકને હડફેટે લેતા મોત નીપજ્યું

મોરબીમાં કાન્તિનગરમાં ટેમ્પોએ ચાર વર્ષના માસૂમ બાળકને હડફેટે લેતા મોત નીપજ્યું

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ કાંન્તિનગરમા જુબેદ મસ્જીદ નજીક શેરીમાં ટેમ્પોએ ચાર વર્ષના માસૂમ બાળકને હડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. ત્યારે ટેમ્પો ચાલક વિરૂદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ કાંન્તિનગરમા જુબેદ મસ્જીદ પાસે વસુંધરા હોટલની પાછળ રહેતા યુનુશભાઈ જુમ્માભાઈ અજમેરી (ઉ.વ.૬૧) એ આરોપી અશોક લેલન કંપનીની ટેમ્પો રજીસ્ટર નંબર જીજે-૩૬-વી-૩૯૪૧ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું છે કે ફરીયાદીનો ચાર વર્ષનો પૌત્ર અનશ ઈમ્તિયાઝભાઈ અજમેરી બપોરના સમયે કાંન્તિનગરમા શેરીમાં ચાલીને જતો હતો ત્યારે તે સમયે એક અશોક લેલન કંપનીની (બડા દોસ્ત) ટેમ્પો પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના પૌત્ર અનશને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેથી બનાવ અંગે યુનુશભાઈ અજમેરીએ આરોપી ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસની કામગીરી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!