મોરબીનાં હળવદ ખાતેથી જઘન્ય અપરાધ પ્રકાશમાં આવ્યો છે. જ્યાં નાના વિવાદ બાદ કેટલાક લોકોએ આદિવાસી આધેડને ઢોર માર માર્યો હતો અને જાતી વિરુદ્ધ અપશબ્દો ભાંડી માથામાં ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મળતી માહિતી અનુસાર, હળવદનાં ઢવાણા ખાતે રહેતો મુળજીભાઈ રજપુત નામનો શખ્સ અંગીબેન અને તેના પતિ ફતેસિંહભાઈ સાથે બાવન વીધાની ખેતી કરતો હતો. જેમાં મહિલા અને તેના પતિને ત્રીજા ભાગે ભાગીદાર રાખ્યા હતા. જેમાં ફરીયાદીએ કરેલ કપાસ તથા દિવેલાના પાક તૈયાર થઈ ગયેલ હોય અને જે પાકમાં ફરીયાદીને ભાગ ન આપવો પડે તે માટે આરોપી મુળજીભાઈએ વાડીએ આવી ફરીયાદીને અનુસુચીત જન જાતીના છે તેવી હકીકત જાણતા હોવા છતા ફરીયાદીના પતિને બહાનુ કાઢી ગમે તેમ જાતીય અપમાનીત ગાળો બોલી કોદાળીના લાકડાના હાથા વડે શરીરે માર મારી માંથામાં ઇજા કરી અને ડાબા ખભાના પાછળના ભાગે ફેક્ચર કરી અને ફરીયાદીને આ બનાવની જાણ કોઈને કરશો તો તમને જીવતા દાટી દઈશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને જે પછી અને હળવદ સરકારી દવાખાને ફરીયાદી ઇજાપામનાર પતિને ૧૦૮ માં સારવાર માટે લઈ ગયેલ અને ત્યાં સારવાર કરાવ્યા પછી ત્યાંથી પોલીસ સ્ટેશનને ફરીયાદ કરવા માટે નહિ જવા દેવા માટે મુળજી શેઠનાં સાળા રણજીતભાઈએ આવી ફરીયાદીને જાતી વિશે ગમે તેવી ગાળૉ બોલી “સાલા નીચ આદીવાસીઓ અહિંયા કાઠિયાવાડમાં અમે કહીએ તેમ થાય તમારૂ અહિંયા કોઈ સાંભળે નહી” તેવુ કહી ફરિયાદીને દવાખાને રોકી રાખી પોલીસ ફરીયાદ કરવા જવા ન દઈ અને પોલીસ ફરીયાદ કરવા જશો તો તમોને અહીંયાથી જીવતા જવા દઈએ નહી તેવી ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.