Thursday, November 28, 2024
HomeGujaratહળવદના કવાડીયા ગામે ગાળો દેવાની ના પાડતા સાત ઈસમોએ પથ્થરમારો કરી બે...

હળવદના કવાડીયા ગામે ગાળો દેવાની ના પાડતા સાત ઈસમોએ પથ્થરમારો કરી બે વ્યક્તિનાં માથા ફોડી નાખ્યા

મોરબીમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ભય જ ન રહ્યો હોય તેમ એક બાદ એક ગુન્હાઓ આચરી રહ્યા છે અને જિલ્લાની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ જાહેરમાં મારપીટ કરી જાણે પોલીસને કોઈ ચેલેન્જ ફેકતા હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. ત્યારે પોલીસ ચોપડે ગઈકાલે એક અજીબો ગરીબ બનાવ નોંધાયો હતો. જેમાં એક શખ્સે પોતાનાં ઘર પાસે ગાળો બોલતા એક શખ્સને ના પાડતા તેના છ સાથીઓએ પાછળથી આવી તેના પર પથ્થરો વડે હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ત્યારે સમગ્ર મામલે હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વિશાલ અરજણભાઇ ચારોલા નામનો શખ્સ વીનુભાઇ દેવીપુજકને ફરીયાદી દુધીબેન હનુભાઇ શિહોરા નામની મહિલાના હળવદના કવાડીયા ખાતે આવેલ ઘર પાસે શેરીમા ગાળો દેતા હોય જે ગાળો દેવાની ફરીયાદીએ ના પાડતા વિશાલને સારૂ ના લાગતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી છુટો પથ્થર મારી માથામા ઇજા કરી તથા હાથમા ધોકા તથા પાઇપ લઇ આવી ગાળો બોલી ઝધડો કરી ધોકાથી ડાબા તથા જમણા કાન ઉપર માથામા મારી ફુટ ઇજા કરી તથા કિશનભાઇને અજીતભાઇ ઘનશ્યામભાઇ નામના શખ્સને પાઇપ વતી માથામા ફુટની ઇજા કરી તથા મહિલાના પરિવારજનો તથા સ્થાનિક લોકો વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ વિશાલ અરજણભાઇ ચારોલા, અમીત અરજણભાઇ ચારોલા, અરજણભાઇ શંકરભાઇ ચારોલા, અજીતભાઇ ઘનશ્યામભાઇ, નિલેશભાઇ મશરૂભાઇ, અશ્વિનભાઇ તીકુભાઇ, રમેશભાઇ રણછોડભાઇ નામના આરોપીઓએ હથીયારથી મારી શરીરે મુઢ ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે દુધીબેન હનુભાઇ શિહોરા દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!