Monday, May 20, 2024
HomeGujaratમોરબીના કેરાળા(હરીપર) ગામે પાણી પીવા આવેલ વ્યક્તિને ચોર સમજી લેતા થઈ માથાકૂટ:સામસામી...

મોરબીના કેરાળા(હરીપર) ગામે પાણી પીવા આવેલ વ્યક્તિને ચોર સમજી લેતા થઈ માથાકૂટ:સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીના કેરાળા(હરીપર) ગામે એક વાડીના મકાનની સામે પાણી પીવા ઉભેલ બે શખ્સોને ચોર સમજી ત્રણ શખ્સોએ માર મારવાના બનાવમાં બંને પક્ષે છરી તથા ધારીયા વડે એક બીજા પર હુમલો કર્યો હતો. જે બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ ફરિયાદ અનુસાર, માળીયા (મિ)નાં ગેબનશાહ પીરની દરગાહ પાસે રહેતા સિકંદરભાઇ ઇકબાલભાઇ કટીયા તથા સિકંદર મુસ્તાકભાઇ ખોખરા હનુમાન રોડ પર કામ સબબ જતા હોય ત્યારે પાણીની તરસ લાગતા એક વાડીના મકાનની સામેના ભાગે કાચા મારેગે પાણીના ટીપણા ભરેલ હોય ત્યારે ત્યા પાણી પીવા ઉભા રહેતા વાડીના માણસોએ બંનેને ચોર સમજી ફરિયાદી તથા સાહેદને બોલાચાલી કરવા લાગતા ફરિયાદી સિકંદરભાઇ કટીયાના નેફામા રહેલ છરી વડે ઇજા કરી તેઓ ભાગી જતા સિકંદર ખોખરા પકડાઇ જતા બાદ પાછળથી ફરિયાદી તથા ઓસમાણભાઇ તથા જાવેદભાઇ હસનભાઇ એમ બધા સિકંદર મુસ્તાકભાઇ તથા મોટરસાઇકલને વાડીએ લેવા જતા ત્યા ત્રણ અજાણ્યા પુરૂષો હાજર હોય જે ફરિયાદી તથા સાહેદોને જોઇ ગાળા ગાળી કરવા લાગતા ફરિયાદી એક ઇસમને છરી વડે ઇજા કરતા તે ઇસમે ફરિયાદીને ધારીયા વડે ઇજા કરતા ફરિયાદી જમણા ખંભાના પાછળના ભાગમા ડાબા પગના પંજાના તળીયાના ભાગમા ટાંકા તથા ફેકચર તથા શરીરે મુંઢ ઇજા કરી તથા જાવેદભાઇ ભાગી જઇ તથા ઓસમણભાઇ બીજા ઇસમો દ્વારા લાકડાના ધોકા વડે ઇજા કરતા માથાના ભાગે તથા પગના સાથળના ભાગે ટાંકા તથા શરીરે મોઢ ઇજાઓ થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બીજી ફરિયાદ અનુસાર, મોરબીમાં કેરાળા(હરીપર) ગામની સીમ રાયમલભાઇ સંધીની વાડીએ રહેતા માંડણભાઇ ખોડાભાઇ સિણોજીયા તથા સાહેદો કેરાળાગામની સીમમા રાયમલ ભાઇની વાડીમા રહેતા હોય જયા ચોરીના બનાવ બનતા હોય જેથી સિકંદર ઇકબાલભાઇ કટીયા (રહે.માળીયા મિયાણા) તથા સિકંદરભાઇ મુસ્તાકભાઇ કાજેડીયા (રહે.માળીયા) નામના શખ્સો રાત્રીના સમયે ફરિયાદીની વાડીએ નીકળતા ફરિયાદીને ચોરી અંગે શંકા જતા સામાન્ય બોલાચાલી થતા બંને ઈસમોએ બેફામ ગાળો બોલીને ફરિયાદીને છાતીના ભાગમા સિકંદર ઇકબાલભાઇ કટીયાએ છરી મારી દઇને ત્યાંથી ભાગી જતા તથા સિકંદરભાઇ કાજેડીયા પકડાય જતા ફરિયાદી તથા સિકંદરભાઇ કાજેડીયાને એમ બંને મોરબી સરકારી હોસ્પિટલમા સારવાર લઇ ગયા બાદ પાછળથી  સિકંદર કટીયા અગાઉના ઝધડાનો ખાર રાખીને ઓસમાણભાઇ કટીયા તથા બીજા બે માણસો સાથે ફરિયાદીની વાડીએ આવીને વાડીમા હાજર સાહેદોની સાથે બોલાચાલી કરીને બેફામ ગાળો બોલીને મારી નાખવાની ધમકી આપીને સિકંદર ઇકબાલભાઇ કટીયાએ અનીલભાઇને શરીરે માર મારીને છરી વડે પેટના ભાગે ઇજા પહોચાડતા તથા ઓસમાણભાઇ કટીયા તથા તેની સાથેના બીજા બે અજાણ્યા માણસોએ વરધાભાઇ તથા નાનુભાઇ વાળાને લાકડીઓ વડે માર મારીને શરીરે તથા માથાના ભાગે ઇજાઓ પહોચાડતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!