મોરબીમાં જુગાર રમતા ઈસમો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને કુલ રોકડ રૂપીયા ૧૦,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી ઈન્ચાર્જ એસ.પી. પી.એ. ઝાલા તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય નાઇટ રાઉન્ડ દરમ્યાન તેઓને મળેલ હકીકતનાં આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જયદેવ ચોકમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા મુકેશભાઇ રઘાભાઇ કોબીયા, મુકેશભાઇ બચુભાઇ જોગરાજીયા, વિજયભાઇ રાજુભાઇ કોબીયા, શૈલેષભાઇ ધીરૂભાઇ કોબીયા, સાગરભાઇ શામજીભાઇ મકવાણા, આંબાભાઇ ઉર્ફે હકા કાકા મેહુલભાઇ કોબીયા તથા સંજયભાઇ કરશનભાઇ જોગરાજીયા નામના ઇસમોને રોકડ રૂ.૧૦,૨૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.