મોરબીના લાલપર ગામે ઓમકાર પેટ્રોલપંપ નજીક પસાર થઈ રહેલ સીએનજી રીક્ષાનો રજી.નં. જીજે-૩૬-યુ-૭૪૧૭ના ચાલક કૃણાલભાઈ મુકેશભાઈ પરમાર ઉવ.૧૯ રહે. મોરબી-૨ વિપુલનગર સોસાયટીવાળાની રીક્ષાનો ઓવરટેક કરી આવેલ અન્ય સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૯૨૪૪ના ચાલકે કોઈ કારણ વગર કૃણાલભાઈને ફડાકો મારી લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો, જે દરમિયાન દેકારો થતા આજુબાજુના લોકો એકઠા થઇ કૃણાલભાઈને વધુ મારથી છોડાવ્યા હતા ત્યારે આરોપી રીક્ષા ચાલક જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી ચાલ્યો ગયો હતો, ત્યારે સમગ્ર બનાવ મામલે કૃણાલભાઈએ ઉપરોક્ત રજી.નંબર સીએનજી રીક્ષાના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.