મોરબીમાં અસામાજિક તત્વોનાં વધુ એક આતંકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂની અદાવતનો ખાર રાખી ૧૧ જેટલા ઈસમોએ બનેવી પર ઘાતકી હથિયારો સાથે હુમલો કર્યો હતો અને ઘરની બહાર પાર્ક કરેલ વાહનો અને ઘરમાં તોડફોડ કરી હતી. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે આ હુમલો કરનારાઓ બીજા કોઈ નહિ પરંતુ ભોગબનનારના સાળાઓ જ હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી વીશીપરા રમેશ કોટનમીલની બાજુમા કુલીનગર ૧ ખાતે રહેતા તાજમહમદભાઇ કરીમભાઇ ભટ્ટીની પત્નિ સાથે તેના સાળાઓ તથા માસીજી સાસુના દીકરાઓએ સામાન્ય બોલાચાલી થતા ઘણા સમયથી વહેવાર રાખેલ ન હોય દરમ્યાન જુમા કરીમ સેડાતના દીકરાના લગ્ન મા આમંત્રણ ન મળતા ગયેલ ન હોય જે અંગેનો રાગ દ્વેશ રાખી જુમા કરીમ સેડાત, હાસમભાઇ દાઉદભાઇ મોવર, આદીલ કરીમભાઇ સેડાત, સિકંદરભાઇ કરીમભાઇ સેડાત (રહે-માળીયા મીયાણા ૪ નંબરની વાંઢ રેલ્વે ફાટક નજીક), સલીમભાઇ જુસબભાઇ કટીયા, નિજામભાઇ જુસબભાઇ કટીયા, ઇકબાલભાઇ જુસબભાઇ કટીયા, મુસાભાઇ જુસબભાઇ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા (રહે-મોરબી મચ્છી પીઠ નજીક મચ્છુ માના મંદીર પાસે), ઇરાનભાઇ નુરમામદભાઇ મોવર તથા મંજુરભાઇ અનવરભાઇ ખોડ (રહે-મોરબી વીશીપરા) નામના આરોપીઓ અલગ અલગ વાહનમા બેસી એક સંપ કરી ઘાતક હથીયારો ધારણ કરી આવી ફરીયાદી આધેડના ઘર સામે રાખેલ વાહનોમા તોડફોડ કરી નુકસાન કરી તેમજ ફરીયાદીના ઘરમા પ્રવેશી ઘરવખરીમા તોડફોડ કરી નુકસાન કરી સલીમ જુસબે પોતાની પાસેના ધારીયા વડે ફરિયાદીને ડાબા હાથે હથેળીમા ઇજા કરતા તેમજ રજીયા તથા સાહીલ તેમને છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ સામાન્ય ઇજાઓ કરી ગાળો બોલી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.