પરિણીતાએ આપઘાત કરી લીધાના કેસમાં પતિ અને સાસરિયા સામે મરવા મજબુર કર્યાનો ગુનો નોંધાયો
મોરબી: મોરબીના ખત્રીવાડ વિસ્તારમાં પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાના બનાવમાં પતિ અને સાસરિયા સામે મરવા મજબુર કર્યાનો ગુનો નોંધાયો છે. જેમાં પરિણીતાને સંતાન ન થતું હોય પતિ અને સાસરિયાઓ ત્રાસ આપતા પરિણીતાએ ગળેફાંસો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના ખત્રીવાડમાં રહેતી વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ નામની પરિણીતાએ ગઈકાલે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતા ફરીયાદીનામ સુરેશભાઈ ભીમજીભાઈ ચાવડાએ આરોપીઓ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ જમાઇ, યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ), કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ), અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની દિકરીના પતિ તથા આરોપી જેઠ તથા આરોપી સાસુ તથા આરોપી જેઠાણી થતા હોય તેઓ ફરિયાદીની દીકરીને અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થયા હોવા છતા તને બાળક કેમ થતુ નથી તેવા મેણા ટોણા મારી જેમ ફાવે તેમ બોલી શારિરીક માનશીક દુખ ત્રાસ આપી ફરીયાદીની દિકરીને મરવા માટે મજબુર કરતા મરણજનારે જાતેથી ગળાફાંસો ખાઇ લીધો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.