મોરબીની પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો તો સાસરીયાએ ‘અમારે તો દીકરો જોઇતો હતો’ તેમ કહીને પરિણીતાને મેણાં ટોણાં માર્યા અને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં, કરીયાવર ઓછો લાવી છો તેમ કહી ત્રાસ આપતા પરિણીતાએ કંટાળી આખરે મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-૨ની ઉમા ટાઉનશીપ ૩૦૩ શીવ પ્રેમ બી ખાતે રહેતી રીધ્ધીબેન મનદીપભાઇ ચીકાણી નામની પરણિત મહિલાને તેના પતિ તથા સાસરીયાપક્ષવાળા તેમજ મામાજીએ અવાર-નવાર નાની નાની બાબતોમા તથા ઘરકામ તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી દુઃખ ત્રાસ આપ્યો હતો. જેમાં પણ મહિલાએ દીકરીને જન્મ આપતા સાસરિયાઓને સારૂ નહી લાગતા અવાર-નવાર મેણાટોણા બોલી મારકુટ કરી ભુંડા બોલી ગાળો આપી એકબીજાને ચડામણી કરી દુ:ખ ત્રાસ આપી શારીરિક અને માનસીક ત્રાસ આપતા મહિલાએ કંટાળી આખરે મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.