લીંબાળા ગામની સરકારી દુધની ડેરી પાસે મહિલાના દિકરાએ ઈસમની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે સારૂ નહી લાગતા મહિલાને ઈસમેએ ગાળુ આપી લાકડી વતી બંને હાથે ફેકચર કરી માથે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેના વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની સરકારી દુધની ડેરી પાસે ગત તા.05/11/2023ના રોજ ફરીયાદી શારદાબેન જાદવભાઈ સીતાપરાના દિકરાએ આરોપી શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરાની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ છે જે સારૂ નહી લાગતા ફરીયાદીને આરોપી શારદાબેન જાદવભાઈ સીતાપરાએ ગાળુ આપી લાકડી વતી બંને હાથે ફેકચર કરી માથે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.