મોરબી તાલુકાના ગોકુળનગર(મકનસર)ગામે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ પોતાના ધંધા માટે પાંચ ટકે અને ત્રણ ટકે ૪ વ્યાજખોર પાસેથી ત્રણ વર્ષ પહેલા ૨૯ લાખ રૂપિયા લીધા હોય જેનું સમયસર વ્યાજ ચૂકતે કરતા હોય ત્યારે છેલ્લા બે મહિનાથી આર્થિક સંકળામણને કારણે વ્યાજની ચુકવણી ન કરી શકનાર ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને ચારેય વ્યાજખોર દ્વારા વ્યાજની ઉઘરાણી કરી ગામમાં તથા ટ્રાન્સપોર્ટની ઓફિસે જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય જેથી તેઓએ ચારેય વ્યાજખોર સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબી તાલુકાના ગોકુળનગર(મકનસર) સ્વામી વિદ્યાલયની શેરી પાછળ રહેતા રસીકભાઇ રતીલાલભાઇ ચાવડા ઉવ-૪૯ નામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ આજથી ત્રણ વર્ષ પહેલાં આરોપીઓ (૧)ચંદાભાઇ નાથાભાઇ વરુ (૨)જગાભાઇ ઉર્ફે બલી નાજાભાઈ વરુ તથા (૩)અર્જુનભાઇ ઉર્ફે અજાભાઇ રાઘવભાઈ ગમારા ત્રણેય રહે. ભરવાડપરા તા. વાંકાનેર એ પાંચ-પાંચ લાખ રૂપિયા મળી કુલ રૂપિયા પંદર લાખ પાંચ ટકાના વ્યાજે આપ્યા હતા. ત્યારે છેલ્લા બે મહીનાથી રસિકભાઈ વ્યાજ નહી ભરી શકતા તેઓને જાનથી મારી નાખવાની ધાક-ધમકી આપી ફરીયાદીના વૈશાલી ટ્રાન્સપોર્ટના એકસીસ બેંકના એકાઉન્ટના ચેકો બળજબરીથી લખાવી લીધા હોય આ સિવાય આરોપી (૪)બીપીનભાઇ જેમલભાઈ ધામેચા રહે.ભક્તિનગર-૨ નવા મકનસર વાળા પાસેથી પણ ફરિયાદીએ કટકે કટકે ચૌદ લાખ રૂપીયા ત્રણ ટકા વ્યાજે મેળવી તેનું વ્યાજ પણ છેલ્લા બે મહીનાથી મુડીના વ્યાજની રકમ ભરપાઇ નહીં કરી શકતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી રસિકભાઈ દ્વારા ચારેય આરોપીઓ સામે મોરબી તાલુજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે નાણા ધીરધાર અધિનિયમ તેમજ બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.