હળવદના મયુરનગર ગામે ડોક્ટર ગેરહાજર રહેતા ગામના લોકોએ રોષે ભરાઈ હોસ્પિટલને તાળાબંધી કરી હતી.
મયુરનગર સરકારી હોસ્પિટલમાં તંત્ર દ્વારા 80 લાખનો ખર્ચ કરી સુવિધા સભર બનાવવામાં આવી છે પરંતુ ખાટલે મોટી ખોટની માફક ડોકટર સહિતનો સ્ટાફ હાજર ન રહેતા ગ્રામજનો મુશ્કેલી ભોગવતા હતા આથી ગ્રામજનોએ આકરા પાણીએ થઈ હોસ્પિટલને તાળાબંધી કરી હતી.
ઉલ્લેખનિય છે કે હળવદના રાયસંગપર, ધનાળા, ધુડકોટ, ચાડધ્રા સહિતના ગામોના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ નીવડી શકે છે પરંતુ ડોક્ટરોની મનમાનીથી સુવિધા, દુવિધારૂપ સાબિત થઇ છે.આ અંગે હેલ્થ ઓફિસરને જાણ કરતા ડોક્ટર કપાત પગારથી રજા ઉપર હોવાનુ જણાવ્યુ હતું. ડોક્ટર સમયસર હાજર રહેસે તો જ તાળા ખોલવામ આવશે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું.