મોરબીમાં સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબી જીલ્લાના અલગ અલગ ૭ સ્થળોએ નિ:શુલ્ક સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર, સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબી જીલ્લાના અલગ અલગ ૭ સ્થળોએ નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પનાં આયોજન બદલ દાતા સાગર રવિચંદ જેસ્વાણી, N.I.M.A. Nima Morbi District & પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણીનો આયોજકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. N.I.M.A.ના પ્રમુખ હરસિક જેસ્વાણી દ્વારા સૌ મોરબીવાસીઓને કેમ્પમાં પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ જૂના દેવળીયા કુમાર પે સેન્ટર શાળાના આચાર્ય સાગર વિનોદચંદ્ર મહેતા દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. જયારે ગુરૂકૃપા હોસ્પિટલના ડૉ. સંજયકુમાર નિમાવત, મધુરમ હોસ્પિટલના ડૉ. ધર્મેશ એમ. ગામી, નિરામય ક્લિનિકના ડૉ. એસ. જે. પટેલ, સુશ્રુત હોસ્પિટલના ડૉ. મનોજ એમ. ભાડજા, વશિષ્ઠ આયુર્વેદના ડૉ. હર્ષ એ. અંબાસણા તથા ડૉ. લહેરૂ દવાખાનાનાં ડૉ. ચેતન ભીમાણી દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી હતી. જેનો આયોજકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો અને સૌ મોરબીવાસીઓ મોરબી જિલ્લામાં દરેક સેવાકાર્યમાં જોડાયેલ રહેવા કટિબદ્ધ થયા તે માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.