મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરી જીલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ કરવા બદલ કુલ ૧૧ આરોપીઓની અટક કરી તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શકત શનાળા લાયન્સનગર વિસ્તારમાં આવેલ મકાનમાં તપાસ હાથ ધરતા બહારના રાજ્યના લોકોને મકાન ભાડે આપી તેની વિગતો સંબંધિત પોલીસ મથકમાં ન આપતા મકાન માલીક આરોપી માધવભાઇ જીવણભાઇ ઝીલરીયા ઉવ.૩૧ રહે.મોરબી શકતશનાળા ગોકુલનગર પાસેની અટક કરી હતી. તેમજ મોરબી લાતી પ્લોટ-૪ માં આવેલ બેલ કારખાનામાં અને લાતી પ્લોટ-૨ માં ગારમેન્ટના કારખાનામાં કામ કર્યા પરપ્રાંતિય શ્રમિકોની નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી ન આપનાર જેમાં બેલ કારખાનાના રાકેશભાઈ જયંતીલાલ કરથીયા ઉવ.૬૦ રહે.કાયાજી પ્લોટ શેરી ન.૬ મોરબી તથા ગારમેન્ટ કારખાનેદાર આરોપી જયભાઇ નગીનભાઇ કવાડીયા ઉવ.૨૫ રહે.કન્યા છાત્રાલય રોડ ધર્મવિજય રેસીડેન્સી મોરબીવાળા વિરુદ્ધ ગુનો નોંધી બંનેની અટક કરવામાં આવી હતી.
આ ઉપરાંત લાતી પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ સમા હોટલ સંચાલક યુનુશભાઇ અબ્દુલભાઇ ભટ્ટી ઉવ.૪૦ રહે. વરીયાદેવ મંદીર પાસે સો ઓરડી રામદેવનગર મોરબી, જુના બસ સ્ટેન્ડ પાછળ રાજ હોટલના સંચાલક લુકમાનઅલી સુભાનઅલી શેખ ઉવ.૨૦ રહે.અયોધ્યાપુરી રોડ જુના બસસ્ટેન્ડ પાસે રાજ હોટલમા મોરબી તથા જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલ તકદીર હોટલના સંચાલક ઇરફાનભાઇ કિતાબઅલી શેખ ઉવ.૨૬ રહે.જુના બસસ્ટેન્ડ પાછળ તકદીર હોટલમા મોરબીવાળા વિરુદ્ધ તેમજ આ સિવાય ભક્તિનગર સર્કલ નજીક આવેલ પાંચ હોટલ જેમાં પટેલ હેવમોર પાઉભાજી સંચાલક ઘનશ્યામભાઇ કરશનભાઇ બાવરવા ઉવ.૪૧ રહે.ધર્મલાભ સોસાયટી શનાળા રોડ મોરબી, એકશન ચાઈનીઝ એન્ડ પંજાબીના સંચાલક પ્રકાશભાઇ સોહનલાલ મોદી ઉ.વ.૪૨ રહે.હાઉસીંગ બોર્ડ મકાન નં.૮૩૮ શનાળા રોડ, ન્યુ વિરાટ હોટલ સંચાલક કલ્પેશભાઇ કેશવજીભાઇ ઘોડાસરા ઉવ.૩૪ રહે. સતહાઇટસ એ ૬૦૧ ભક્તિનગર સર્કલ મોરબી તથા મઢુંલી હોટલના સંચાલક આરોપી ધર્મેશભાઇ મગનભાઇ ભોરણીયા ઉવ.૪૧ રહે. નવજીવન એપાર્ટમેન્ટ વૃંદાવન સોસાયટી ભક્તિનગર સર્કલ મોરબીવાળા એમ ઉપરોક્ત તમામ આરોપીઓએ પોતાની હોટલમાં પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખી તમામ શ્રમિકો મજૂરોની વિગતો નજીકના પોલીસ મથક કે સ્થાનીય કચેરીમાં જાણ ન કરતા જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી તમામની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.