Thursday, February 26, 2026
HomeGujaratમોરબીમાં બી.પી. અને માનસિક બીમારીથી કંટાળી ૭૫ વર્ષીય વૃદ્ધાએ આત્મદાહ કરતા સારવારમાં...

મોરબીમાં બી.પી. અને માનસિક બીમારીથી કંટાળી ૭૫ વર્ષીય વૃદ્ધાએ આત્મદાહ કરતા સારવારમાં મોત

મોરબીના અવની ચોકડી નજીક શીવપાર્ક સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષીય ગોદાવરીબેન પનારાએ લાંબા સમયથી ચાલી રહેલી બી.પી. અને માનસિક બીમારીથી કંટાળી પોતે પોતાનો જાતે સળગી જતા તેમનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં નિર્મલ સ્કૂલની બાજુમાં અવની ચોકડી પાસે આવેલ શીવપાર્ક સોસાયટીમાં રહેતા ગોદાવરીબેન મોહનભાઈ માવજીભાઈ પનારા ઉવ.૭૫એ બીમારીથી કંટાળી પોતાની જાતે સળગી આત્મદાહ કરી લીધાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મૃતક ગોદાવરીબેન છેલ્લા બે-ત્રણ વર્ષથી બ્લડ પ્રેશરની બીમારી તેમજ માનસિક અસ્વસ્થતાથી પીડાઈ રહ્યા હતા. ઉપરાંત તેમને નાની-મોટી અન્ય તકલીફો પણ રહેતી હતી, જેના કારણે શરીરમાં ધ્રુજારી આવતી હોય જેથી કંટાળી જઈ ગઈ તા.૨૨/૦૨ના રોજ પોતાના રહેણાંક મકાને પોતાની જાતે સળગી જતા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા, ઘટના બાદ પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલ તા. ૨૫/૦૨ના રોજ તેમનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસમાં મૃતકના દીકરા જીતેન્દ્રભાઈ મોહનભાઈ પનારા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મોરબી એ ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!