મોરબી જિલ્લો વ્યાજંકવાદમાં જકડાઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં 22 થી વધુ નાગરિકોએ વ્યાજખોરોના ત્રાસથી પીડાતા હોવાની પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે ગઈકાલે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં રહેતા યુવકે વ્યાજે લીધલ પૈસાના લગભગ બે ગણા પૈસા આપ્યા છતાં આરોપીએ તેની પાસે પઠાણી ઉઘરાણી કરી તેની કાર ઉપાડી લઇ અને સહીવાળો ચેક બળજબરીથી લઇ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની મહેન્દ્રનગર તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા રાહુલભાઇ નટુભાઇ ઠોરીયા નામના યુવકે પંચાસર રોડ શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા કિરણભાઇ બોરીચાનામના શખ્સ પાસેથી જેતે સમયે બે લાખ વ્યાજે લીધેલ હોય જે રકમનુ ગેરકાયદેર રીતે ઉચુ વ્યાજ વસુલી રૂપીયા ૩,૬૦,૦૦૦/- ચુકવી આપેલ હોવા છતા આરોપી વધુ વ્યાજની ઉઘરાણી કરી ફરીયાદીની જીજે ૩૬ ટી ૩૭૮૯ નંબરની વેગનઆર કાર તથા ઇન્ડુઝઇન્ડ બેંકનો સહીવાળો ચેક બળજબરીથી મેળવી લઇ વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.