સોશિયલ મીડિયાના વાયરલ વાયરસથી યુવાધન અલગ રવાડે ચડી રહ્યું જોઈ તેમ જધન્ય કૃત્યો થવા પામ્યા છે. ત્યારે મોરબીમાં ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક વિધર્મી શખ્સે બ્લેક મેઇલ કરી યુવતીની પજવણી કરી શારીરિક અડપલા કરતા અને અશ્લીલ માંગણીઓ કરતા આખરે યુવતીએ કંટાળી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં વધુ એક વિધર્મી શખ્સે બ્લેક મેઇલ કરી યુવતીની પજવણી કરી હોવાની ઘટના સામે છે. જેમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, એઝાજ અલાઉદીન હિંગળોજા (રહે. નવા દેવળીયા તા. હળવદ) નામના વિધર્મી શખ્સે યુવતી પાસેથી આજથી આઠેક મહિના પહેલા મોબાઇલ નંબર મેળવી યુવતીનો વિશ્વાસ કેળવી તેની ફ્રેન્ડ કામધેનુ પાર્ટી પ્લોટમાં આવેલ છે. તેમ વિશ્વાસમાં લઇ અને તેને કામધેનુ પાર્ટી પ્લોટમાં બોલાવી તેમજ યુવતીને અન્ય અલગ અલગ જગ્યાએ લઇ જઇ સેલ્ફી ફોટો પાડી લઇ યુવતીને બ્લેક મેઇલ કરી અવાર-નવાર મળવા બોલાવી વિધર્મી શખ્સ ફોટોને આધારે યુવતીને લગ્ન કરવા દબાણ કરતો, શારીરિક અડપલા કરતો અને અશ્લીલ માંગણીઓ કરતો જેનો યુવતી વિરોધ કરે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી પણ આપતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.