મોરબી જિલ્લામાં પરપ્રાંતીય શ્રમિકોની મોરબી એશ્યોર એપ્લિકેશનમા ઓનલાઈન નોંધણી નહિ કરનાર આસામીઓ વિરુદ્ધ પોલીસની ઝુંબેશ યથાવત રાખવામા આવી છે. સાથે જ સાથે જ હોટલમાં રોકાતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં નોંધ કરવી ફરજિયાત હોવા છતાં આવી નોંધ નહિ કરનાર હોટલ સંચાલકો પણ પોલીસની ઝપટે ચડયા હતા. ગઈકાલે 8 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગ સબબ સીટી બી ડિવિઝન પોલીસે મોરબી માળીયા હાઇવે રોડ પર વસુધરા હોટલના સંચાલક ભાર્ગવભાઈ માવજીભાઈ જોષી તેમજ શર્કીટ હાઉસ પાસે આવેલ મસાજ પાર્લર સંચાલક વિરુદ્ધ નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં નોંધ નહિ કરવા બદલ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસે વનાડીયા ગામ પાસે આવેલ રવી મીલન સીમેન્ટ પાઇપ નામના કારખાનામા કોન્ટ્રેક્ટ ધરાવતા મહેશભાઇ ડાયભાઇ વાઘેલા, વનાડીયા ગામ પાસે આવેલ પટેલ સીમેન્ટ પાઇપ નામના કારખાનામા કોન્ટ્રેક્ટ ધરાવતા સોહનભાઇ કેજુભાઇ બારૈયા તથા રબી તાલુકાના લીલાપર રોડ યશ પોલીપેક કારખાનાનાં કૉન્ટ્રૅક્ટર ગૌરવ વિરેન્દ્રસિંહ ચૌહાણ વિરુદ્ધ એશ્યોર એપ્લિકેશનમા ઓનલાઈન નોંધણી નહિ કરતા ફરિયાદ નોંધી કાર્યવાહી કરાઈ છે. તેવી જ રીતે ટંકારાના ખીજડીયા રોડ પર આવેલ એક્વા મલ્ટીપેક કારખાનાનાં સંચાલક પ્રાગજીભાઇ ડાયાભાઇ કાવર તથા ટંકારા-લતીપર રોડ પુલીયાની બાજુમાં આવેલ ભંગારના ડેલાનાં માલિક રામલાલ માંગીલાલ ગુર્જર વિરુદ્ધ ટંકારા પોલીસે ફરિયાદ નોંધી છે. જયારે હળવદ પોલીસ સ્ટેશનમાં આઇ.ડી.સી હળવદ ટાઉનમાં કોન્ટ્રેક્ટ ધરાવતા કાનજીભાઇ ભુપતભાઇ રાઠોડ વિરુદ્ધ MORBI ASSURED એપ્સ.માં પરપ્રાંતિય મજુરનુ રજીસ્ટ્રેશન ન કરાવતા ફરિયાદ નોંધાઈ છે.