મોરબીમાં ઈસમે પોતાનું ખોટું નામ આપી મહિલા પાસેથી ઘુટુ રામકો વિલેજ સોસાયટીમાંથી ઘરનાં બાંધકામ માટે માલ-સામાન ભાડે લેવાનું કહી બાદમાં માલસામાન પરત ન કરી ભાડું પણ ન આપતા સમગ્ર મામલે ઈસમ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના જુનાગામમા આબેડકરનગર ખાતે રહેતા અરૂણાબેન નારણભાઇ ચૌહાણ પાસેથી ઇદ્રીશભાઇ (રહે-મકરાણી વાસ જેલ ચોક પાસે મોરબી) નામના શખ્સે પોતાનુ ખોટુ નામ રમેશભાઇ પટેલ આપી ફરિયાદીના રહેણાક મકાને તથા ઘુટુ રામકો વિલેજ સોસાયટી ખાતેથી બાધકામ કરવા માટેના લોખંડના રૂ.૧,૦૫,૫૦૦/-ની કિંમતના ૨૧૧ ફરમા તથા રૂ.૧૦,૦૦૦/-ની કિંમતનાં ૨૯ લાકડાની વાલપેટ તથા રૂ.૧૦,૦૦૦/-ની કિંમતના ૭૧ લાકડાના ટેકા તેમજ રૂ.૭૦,૦૦૦/-નું સિમેન્ટ કોકરીટનો માલ બનાવવાનુ મીક્ષચર મશીન મળી કુલ બાધકામનો રૂ.૧,૯૫,૫૦૦/- નો સામન ફરિયાદીને વિશ્વાસમા લઇ એક મહીનાના રૂ.૩૦,૦૦૦/- ના ભાડા પેટે લઇ જઇ ફરિયાદીને બાધકામનો સામન રૂ.૧,૯૫,૫૦૦/ નો તથા ભાડા પેટેના બાકી રૂ.૨૫૦૦૦/- પરત ન આપી ફરિયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.