પાડોશી યુવક સાથે પ્રેમ સંબંધની જાણ પતિને થઈ જતા પ્રથમ તલવાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી બાદમાં મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા અંગે યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મોરબીમાં લાયન્સનગરમાં પાડોશી યુવક સાથે પોતાની પત્નીને પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ જતાં પત્નીએ પોતાના બચાવમાં પાડોશી યુવકે દબાણવશ થઈ પ્રેમ સંબંધ રાખ્યો હોવાનું પતિ પાસે જાહેર કરી પાડોશી યુવક ઉપર પતિ પત્ની બંનેએ તલવાર વડે હુમલો કરી યુવકના હાથની એક આંગળી કાપી નાખી હતી. હાલ ઇજાગ્રસ્ત યુવકને પ્રથમ મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.જ્યાં હોસ્પિટલના બિછાનેથી યુવક દ્વારા બંને આરોપી પતિ પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ પાછળ આવેલ લાયન્સનગરમાં રહેતા સુલ્તાનભાઇ પ્યારઅલીભાઇ જેસાણી ઉવ.૩૭ એ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા વોર્ડના બિછાનેથી બી ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી રાણાભાઇ વેગડા તથા શારદાબેન રાણાભાઇ વેગડા રહે બન્ને લાયન્સનગર સેન્ટમેરી સ્કુલ પાછળ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી સુલતાનભાઈને આરોપી શારદાબેન સાથે છેલ્લા ત્રણ ચાર મહીનાથી પ્રેમ સબંધ હોય અને બન્ને એકાંતમા મળતા હોય અને વાતચીત કરતા હોય જે બાબતની શારદાબેનના પતિ રાણાભાઇને જાણ થઇ હતી. જેથી ગત તા.૦૪/૦૭ ના રોજ બપોરે બન્ને આરોપી પતિ પત્નીએ પોતાના ઘર પાસે સુલતાનભાઈ વિશે મોટે મોટેથી ગાળો આપી બદનામી કરતા હોય તે બાબતે ફરીયાદી સુલતાનભાઈને તેના માસીના દીકરા દ્વારા જાણ થતા આ બાબતે સુલતાનભાઈએ આરોપી પડોશમાં રહેતા પતિ પત્નીને કહેલ કે આવું શા માટે કરો છો? શા માટે મને બદનામ કરો છો..તેમ કહેવા જતા આરોપીઓએ અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી અપશબ્દો આપવાની ના પાડતા આરોપી રાણાભાઇ એકદમ ઉશકેરાઇ જઇ પોતાના ઘરમાથી તલવાર લઈને આવી આરોપી શારદાબેને સુલતાનભાઈને પકડી રાખી ત્યારે રાણાભાઈએ તલવારના ત્રણેક ઘા સુલતાંભાઈના હાથ ઉપર મારતા જેમા સુલતાનભાઈના જમણા હાથની આંગળી કપાઇ જતા ગંભીર ઇજા કરી હતી. ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુલતાન ભાઈને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ જ્યાં પ્લાસ્ટિક સર્જરી સર્જન હાજર ન હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. હાલ સુલતાનભાઈની તબિયત સ્થિર થતા ફરિયાદ નોંધાવી છે.