Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ સહિત સસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ સહિત સસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આઠેક મહિના પહેલા મોરબી સહજાનંદ ટ્રાવેલ્સના સંચાલક સાથે પ્રેમ-લગ્ન કરનાર પરિણીતાનો સાસરીમાં ગળેફાંસો ખાઈ આપઘાત:ભરૂચ રહેતા પરિણીતાના ભાઈ દ્વારા શકત શનાળા રહેતા બનેવી તથા પરિવારના સભ્યો સામે ફરિયાદ નોંધાવી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પ્રેમ લગ્નનો વધુ એક નિરાશાજનક અને કરૂણ અંત આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભરૂચની દીકરીએ ૨૦ વર્ષના પોતાના લગ્ન જીવનને વેર વિખેર કરી આશરે આઠ મહિના પહેલા મોરબી-નવસારી રુટ ઉપર ચાલતી સહજાનંદ ટ્રાવેલ્સના સંચાલક સાથે પ્રેમ લગ્ન કરી લઈ પરિણીતા પોતાના ૧૬ વર્ષના પુત્ર સાથે શકત શનાળા ગામે પતિના ઘરે રહેવા આવી હોય, જે પરિણીતાને પતિ તથા પતિનો ભત્રીજો સહિતના પરિવારના સભ્યો સતત ચારિત્ર્ય અંગે વહેમ રાખી માનસિક ત્રાસ આપતા હોય તથા પતિ દ્વારા બેફામ મારજૂડ કરતો હોય જેથી પરિણીતાએ કંટાળી શકત શનાળા ગામે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પરિણીતા દ્વારા આપઘાત કરતા પહેલા ભરૂચ સ્થિત પોતાના ભાઈને વિડીયો કોલ કરી પોતાની કથની કહી સંભળાવી હતી. ત્યારે બનાવ બાદ મૃતક પરિણીતાના ભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે પોતાના બનેવી સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નવી નગરી કુકરવાડા રોડ ઉપર રહેતા કિરણભાઇ શશીકાન્તભાઇ વસાવા ઉવ.૩૨ એ મોરબીના શકત શનાળા ગામે રહેતા સહજાનંદ ટ્રાવેલ્સના સંચાલક હસમુખભાઇ વાલજીભાઇ પટેલ, જયદીપભાઇ પટેલ તથા હસમુખભાઇ વાલજીભાઇ પટેલના પરીવારના સભ્યો તમામ રહે-શકત શનાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાની બહેનને માનસિક-શારીરિક ત્રાસ આપી મરવા મજબૂર કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં કિરણભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કિરણભાઈના મોટાબેન રેખાબેનના લગ્ન ૨૦ વર્ષ પહેલાં મોરબીના લાલપર ગામે સુરેશભાઈ મગનભાઈ પટેલ સાથે થયા હતા જે લગ્નગાળા દરમિયાન એક પુત્ર હોય જે હાલ ૧૬ વર્ષનો હોય, ત્યારે મૃતક રેખાબેન પ્રસંગોપાત મોરબી-નવસારી રૂટ ઉપર ચાલતી મોરબીની સહજાનંદ ટ્રાવેલ્સમાં આવક જાવક કરતા હોય ત્યારે ટીકીટ બુકિંગ કરવા માટે સહજાનંદ ટ્રાવેલ્સના માલીક હસમુખભાઈ પટેલને રેખાબેને પોતાના મોબાઇલ નંબર આપ્યા હોય જે બાદ એકબીજા ફોનમાં સંપર્ક કરતા હોય તે દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ હતો જેથી આશરે દાસ મહિના પહેલા મૃતક રેખાબેને તેના લાલપર સ્થિત પતિ સાથે છૂટાછેડા આપી દીધા હતા અને આઠ મહિના પહેલા સહજાનંદ ટ્રાવેલ્સવાળા હસમુખભાઈ પટેલ સાથે કોર્ટ મેરેજ કરી લઈને તેના ૧૬ વર્ષીય પુત્ર સાથે હસમુખભાઈ પટેલના નિવાસ સ્થાન શકત શનાળા ગામ ખાતે રહેવા જતા રહ્યા હતા.

પ્રેમલગ્ન કર્યા બાદ ‘દૂરથી ડુંગર રણીયામણા’ની યુક્તિ મુજબ રેખાબેનને તેના પતિ હસમુખભાઈ તથા હસમુખભાઈનો ભત્રીજો તેમજ પરિવારના સભ્યો દ્વારા સતત કોઈના કોઈ બહાને તથા ચારિત્ર્ય બાબતે શંકા વહેમ કરી મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતા હોય, ત્યારે ગત તા. ૧૮/૦૮ ના રોજ મૃતક રેખાબેને પોતાના ભાઈ કિરણભાઈને ફોન કરી જણાવ્યું કે હસમુખભાઈ પટેલ ખોટા વહેમ કરી રેખાબેનને મારઝૂડ કરી રક્ષાબંધને તમારી પાસે ભરૂચ આવવું છે પરંતુ તેમના પતિ તેને આવવા દેતા નથી, ત્યારબાદ રેખાબેને પોતાના ભાઈને ત્રણ વખત વિડીયો કોલ કરી તમામ વાતથી વાકેફ કરી અંતિમ પગલું ભરવા અંગે જણાવી શકત શનાળા ગામે પોતાના રહેણાંકમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લઈ મોત વ્હાલું કરી લીધું હતું.

ઉપરોક્ત બનાવ બાદ ફરિયાદી કિરણભાઈએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું કે પોતાના બહેન રેખાબેન તેની સાસરીમા શકત શનાળા ખાતે રહેતા હતા અને તેમનો દિકરો રોહન ગુરુકુળમા રહી અભ્યાસ કરતો હોય અને રેખાબેનને તેના પતિ હસમુખભાઈ વાલજીભાઇ પટેલ તથા તેના ભત્રીજા જયદિપભાઈ પટેલ તેમજ તેના પરીવારના સભ્યો સાથે મળી કોઇના કોઈ બહાને તથા ચારીત્ર્ય ઉપર ખોટા શંકા વહેમ કરી મારઝુડ કરી શારીરીક તથા માનસીક ટોર્ચર કરી મરવા મજબુર કરતા રેખાબેને ગત તા.૧૮/૦૮ તેની સાસરીમા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધેલ હોય જેથી ઉપરોકત તમામ આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપી સામે ભારતીય ન્યાય સહીંતા ૨૦૨૩ કલમ ૧૦૮ ૮૫ ૫૪ તથા અનુસુચીત જાતી અને અનુસુચીત આદીજાતી અત્યાચાર અટકાવવા અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!