મોરબીમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગત 25 ડિસેમ્બરના રોજ એક મહિના ઘરમાં ઘુસી છરી બતાવી રોફ જમાવી મહિલાનું બાવડું પકડી ઉપાડી જવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદનો ખાર રાખી ઈસમે મહિલાના ઘર પાસે જઈ અપશબ્દો ભાંડી તેના પતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાસે પ્રજાપત કારખાનામાં રહેતી રાજેશ્વરીબેન ધર્મેશભાઇ મેર નામની પરણિત મહિલાને 25 ડિસેમ્બરના રોજ મોરબી પરસોતમ ચોક રહેતા તોફીકભાઇ ઇબ્રાહીમભાઇ ચાનીયા નામના શખ્સે પોતાના બે સાગરીતો સાથે મહિલાના ઘરે ઘુસી ગાળો આપી પોતાની પાસે છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવારજનો સાથે મારામારી કરી પરણિત મહિલાનું બાવડુ પકડી ઉપાડી જવાની ધમકી આપતા સમગ્ર મામલે મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાબતનો ખાર રાખી આરોપી તોફીક ઉર્ફે તોફલો ઈબ્રાહીમભાઇ ચાનીયાએ ફરિયાદી રાજેશ્વરીબેન ધર્મેશભાઇ મેરના ઘર પાસે જઇ તેને ગંદી ગાળો આપી પરણિતાના પતીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરી તોફીક ઉર્ફે તોફલો ઈબ્રાહીમભાઇ ચાનીયા વિરુદ્ધ મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની અટકાયત કરી હતી.