Sunday, December 29, 2024
HomeGujaratમોરબીમાં પરિણીતા સાથેની અંગત પળોના ફોટા તથા વિડીયો કોલ રેકોર્ડિંગ વાઇરલ કર્યાની...

મોરબીમાં પરિણીતા સાથેની અંગત પળોના ફોટા તથા વિડીયો કોલ રેકોર્ડિંગ વાઇરલ કર્યાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરમાં ચોંકાવનારી ઘટના બન્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પરિણીતા સાથે વિતાવેલી અંગત પળોના ફોટા અને વિડીયો તેમજ પરિણીતા સાથે થયેલા બીભત્સ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી પરિણીતાની સભ્ય સમાજમાં બદનામી થાય તે માટે વાઇરલ કરી દેતા જે બાબતે મોરબીની પરિણીતા દ્વારા વાંકાનેરના શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી શહેરના મધ્યભાગમાં આવેલ વિસ્તારમાં રહેતી પરિણીતા દ્વારા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી કિશનભાઇ વસંતભાઇ બારોટ રહે. નવાપરા વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જણાવાયું છે કે આરોપી કિશનભાઈએ પરિણીતાના અંગત પળોના ફોટા તથા વિડીયો તેના મોબાઇલ ફોનમાં ઉતારી લઇ તેમજ પરિણીતા તથા આરોપી કિશન વચ્ચે થયેલ બીભત્સ વિડીયો કોલનું પરિણીતાની જાણ બહાર વિડીયો કોલનું સ્ક્રીન રેકોડીંગ કરી આરોપીએ પોતાના મોબાઇલ ફોનમાં આ સમગ્ર સેવ કરી લીધેલ હોય. જે અંગત પળોના ફોટા તથા વિડીયો તેમજ વિડીયો કોલ રેકોર્ડિંગ ગઈ તા.૦૫/૦૮ના રોજ આરોપી કિશનભાઈએ વાયરલ કરી દીધા હોવાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે બનેલ અત્યંત ગંભીર બાબતે આરોપી સામે ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!