Saturday, October 26, 2024
HomeGujaratમોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીમાં પડાવી લીધેલ કારના આરટીઓમાં ઓનલાઇન ખોટા દસ્તાવેજ કરી...

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીમાં પડાવી લીધેલ કારના આરટીઓમાં ઓનલાઇન ખોટા દસ્તાવેજ કરી અન્યના નામે કાર રજીસ્ટર કરતા ફરિયાદ નોંધાઈ

કારમાં રહેલ ઓરીજનલ આરસી બુક,આધાર કાર્ડ તથા ઓનલાઇન ફોર્મમાં ખોટી સહીઓ કરી કાર રજિસ્ટ્રેશનનું ડિસ્કલેમર રિપોર્ટ મેળવી કોર્ટમાં પણ રજૂ કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત રાજ્યમાં વ્યાજખોરો બેફામ બની આપેલા રૂપિયાના વ્યાજની ઉઘરાણીમાં વ્યાજે રૂપિયા લેનાર પાસેથી તેમના ખેતર, મકાન, કાર, બાઇક, ઘરેણાં પડાવી લેવાના અનેકો બનાવની પોલીસ ચોપડે ફરિયાદ થતી હોય છે, પરંતુ હાલ જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે મુજબ પુત્રએ વ્યાજે લીધેલા રૂપિયાના બદલામાં પિતાના નામની કાર સાતીર વ્યાજખોર દ્વારા બળજબરીથી પડાવી લીધેલ કારમાં રહેલ કારના અસલ આરટીઓ રજિસ્ટ્રેશન દસ્તાવેજી પુરાવા મેળવી આરટીઓમાં નામ ટ્રાન્સફરની ઓનલાઇન અરજી કરી તેમાં બનાવટી સહીઓ સાથેનું ફોર્મ સબમિટ કરી ડિસ્કલેમર રિપોર્ટ મેળવી કોર્ટમાં રજૂ કરી દીધો હતો, હાલ કારના પ્રથમ ઓનર દ્વારા વ્યાજખોર આરોપી તથા જેના નામ ઉપર કાર ટ્રાન્સફર રજિસ્ટ્રેશન કરાવી તે બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ ઉભા કરવા, તે દસ્તાવેજનું અસલ તરીકે ઉપયોગ કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના માણેકવાડા ગામના વતની હાલ આલાપ રોડ અંજની પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઇ નરભેરામભાઇ દેત્રોજા ઉવ-૪૫એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી તરીકે (૧)ભરત ઉર્ફે બીકે કાનજીભાઇ ચાવડા રહેવાસી મોરબી રવાપર રોડ સદગુરૂ સોસાયટી તથા (ર)પંકજ રામ કીશન કુમાર રહેવાસી સુમતીનાથ સોસાયટી મોરબીવાળા સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરીયાદીના દીકરા રવીરાજએ આરોપી ભરત ઉર્ફે બીકે પાસેથી વ્યાજે રૂપીયા લીધેલા હોય જેની પઠાણી વ્યાજની ઉઘરાણીરૂપે આરોપી ભરતે ફરીયાદીની માલીકીની એમ.જી.હેક્ટર કાર રજી. નં. જીજે-૩૬-આર-૨૨૨૨ વાળી ગઇ તા.૨૮/૦૨ના રોજ ફરીયાદીના દીકરાઓ રવિરાજ તથા પૃથ્વીરાજ પાસેથી બળજબરીથી પડાવી લઇ ગયેલ ત્યારે કારમાં કારની અસલ આર.સી.બુક, વીમા પોલીસી તથા ફરીયાદીના આધાર કાર્ડ સહીતના જરૂરી ડોક્યુમેન્ટસની ફાઇલ હતી. આ બાબતે જે તે સમયે રવિરાજ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ભરત ઉર્ફે બીકે વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પોલીસે આરોપી પાસેથી ઉપરોક્ત કાર કબજે કરેલ હતી.

ત્યારે ઉપરોક્ત કાર રવીરાજના પિતાએ એટલે કે ફરિયાદીએ આ કારનું વેચાણ કરવા કે કોઈ રોકડ રકમની લેવડ દેવડ કરવા કે નામ ટ્રાન્સફર કરવા ઉપરોક્ત આરોપી ભરત કે આરોપી પંકજને કોઇપણ પ્રકારના આર.ટી.ઓ.ને લગતા ડોક્યુમેન્ટ, ટીટીઓ ફોર્મમાં સહી કરી આપેલ ના હોવા છતા આરોપી ભરતે જે તે વખતે રવિરાજ પાસેથી બળજબરીથી પડાવી લઇ ગયેલ ત્યારે કારમાં રહેલ કારની અસલ આર.સી.બુક, વીમા પોલીસી તથા ફરીયાદીના આધાર કાર્ડ સહીતના જરૂરી ડોક્યુમેન્ટોની ફરીયાદીની પરવાનગી કે મંજુરી વગર ખોટો દુરૂપયોગ કરી ફરીયાદીના નામની નિયત નમુના મુજબના આર.ટી.ઓ. ટીટીઓ ફોર્મમાં ખોટી સહીઓ કરી ખોટુ આર.ટી.ઓ.ટીટીઓ ફોર્મ ખોટા દસ્તાવેજને સાચા આર.ટી.ઓ. ટીટીઓ ફોર્મ સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ફરીયાદી સાથે છેતરપીંડી કરવાના હેતુથી આરોપી નંબર પંકજના નામે ફરીયાદીની કાર ટ્રાન્સફર કરવા ગઈ તા. ૧૦/૦૪ના રોજ ઓનલાઇન અરજી કરી બનાવટી દસ્તાવેજો સબમીટ કર્યા હતા, તે બાદ આરટીઓની ઓનલાઇન અરજી કર્યા અંગેનો ડીસ્કલેમર રીપોર્ટ મેળવી લઈ મોરબી કોર્ટમાં રજુ કરી ગુનો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!