મોરબીમાં રહેતી ૧૦ વર્ષીય દીકરીને નરાધમે હાથનો ઈશારો કરી બોલાવી હાથ પકડી ચેનચાળા કરી ઘરમાં લઈ જવાની કોશિશ કરતાં નરાધમ વિરુધ્ધ સગીરાની માતાએ પોક્શો હેઠળ ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સહિત રાજ્યમાં નાની બાળકીઓ સાથે છેડતી અને ચેનચાળાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાને જસવંતભાઇ જગજીવનભાઇ રાવલ નામના ઈસમે હાથનો ઈશારો કરી બોલાવી હાથ પકડી તેના ચેનચાળા કરી તેમના ઘરમાં લઈ જવાની કોશિશ કરતા સગીરાનું માતાએ તેના વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.