મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામે આવેલ અંકલ સિરામિક ફેકટરીના બે લોકો દ્વારા મશીનરી માટે બેન્ક પાસેથી મશીનરી ગીરવે મૂકી લોન લીધી હતી. પરંતુ આ ઈસમોએ બેન્કને જાણ કર્યા વગર પોતાની મશીનરી વેચી નાખી બેન્ક સાથે વિશ્વાસઘાત કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, એક બેન્કમાંથી અંકલ સિરામિક પ્રાઇવેટ લીમીટેડના ભાગીદાર મોરબીના સાગર ગોપાલ સોસાયટી મહેંદ્રનગર રોડ પર રહેતા નિરવભાઇ રતિલાલ ભોરણીયા તથા રાજકોટના ચૈતન્ય શક્તિનગર-૪ કાલાવાડ રોડ પર રહેતા ઓધવજીભાઇ વેલજીભાઇ ભોરણીયાએ પ્રતિકભાઇ દિનેશભાઇ ગુજરાતીની બેંકમાંથી બેંકની મશીનરી લોન પેટે રૂ.૩,૧૦,૦૦,૦૦૦/-ની લોનમા જે મશીનરી ઉપર ધીરાણ અંગે સિક્યુરીટી તરીકે લખી આપવા આવેલ તે બેંકની તરફેણમા મશીનરી કે જે ગીરો/હાઇપોથીકેશન તા.૨૯/૦૨/૨૦૨૦ ના રોજ બેંક તરફે કરી આપવામા આવેલ તે મશીનરીની બેંક અધીકારીઓ દ્બારા તપાસણી કરતા મશીનરી સ્થળ ઉપરથી મળી ન આવી બેંકને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર સગેવગે બેંક સાથે વિશ્વાશઘાત કરતા કંપની તેમજ બંને ઈસમો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.