મોરબીમાં ટ્રાફિકની સમસ્યા વચ્ચે લારી ગલ્લાવાળા લોકોને આવન જાવનના રસ્તે તથા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે લારી રાખી ધંધો કરતા હોય છે. જ્યારે બીજીબાજુ જાહેર રોડ ઉપર દુકાન ધરાવતા વેપારીઓ પોતાની દુકાન બહાર દુકાનનો માલસામાન ગોઠવી દઈ ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય તથા લોકોને પસાર થવામાં અડચણરૂપ થતા હોય છે. ત્યારે પ્રશાસન દ્વારા અનેકવાર મૌખિક ચેતવણી આપી હોવા છતા ‘હમ નહીં સુધરેંગે’ તેવી માનસિકતા ધરાવતા લારી ગલ્લા તથા દુકાન ધારકો સામે એ ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરી છે. જેમાં ખાટકીવાસ સેલાનીપીરની દરગાહ નજીક જાહેર રોડ ઉપર ઈંડાની બે લારીવાળા તથા અનાજ કરિયાણાની દુકાન ધરાવતા વેપારી સહિત કુલ ત્રણ વિરુદ્ધ ટ્રાફિક નિયમન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ગ્રીન ચોક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાટકીવાસ સેલાનીપીરની દરગાહ પાસે જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થઈ અકસ્માતના ગંભીર બનાવ બને તે રીતે તથા લોકોને આવન જાવનમાં સમસ્યા ઉદભવી ઈંડાની લારી રાખી ધંધો કરતા આરોપી ગફારભાઈ રજાકભાઈ કાશમાણી ઉવ.૪૪ રહે.મોરબી લાતીપ્લોટ-૧૪ ખ્વાઝા પેલેસ તથા બીજી ઈંડાની લારીવાળો આરોપી અસ્લમભાઈ કરીમભાઈ ચાનીયા ઉવ.૪૨ રહે.પખાલી શેરી બાવરિયા પીરની દરગાહ પાસે તેમજ અનાજ કરિયાણાની દુકાન ધરાવતા આરોપી ભાવેશભાઈ કિશોરભાઈ પૂંજાણી ઉવ.૩૭ રહે.મોરબી કુબેરનગરવાળાએ પોતાની દુકાનનો માલસામાન દુકાન બહાર રાખેલ હોય જેથી ત્રણેય વિરુદ્ધ ટ્રાફિક નિયમન હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી કરવામાં આવેલ દબાણ હટાવ્યા છે.