મોરબી જિલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેને ડામવા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે. તેમજ છતાં અમુક આવતા તત્વો જિલ્લાની શાંતિ ભંગ કરવાના ઇરાદે ગુનાઓ આચરતા હોય છે. ત્યારે મોરબી મોરબીમાં એક ખાલી પ્લોટમાં રેતી નાખવા બાબતે બબાલ થઈ હતી. જેમાં બંને પક્ષોએ એક બીજા વિરુદ્ધ સામસામી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે.
પ્રથમ ફરિયાદ અનુસાર, બનાવ અંગેની મળતી માહિતી મુજબ, મોરબી શહેરમાં રવાપર ધુનડા રોડ પર વિશાલ પ્રદીપભાઇ સેજપાલનો પ્લોટ આવેલો છે. જ્યાં તેમના ખુલ્લા પ્લોટમાં દિનેશ લક્ષ્મણભાઇ કાલરીયા, વિજય દામજીભાઇ ભાડજા, દિનેશ નરશીભાઇ કાસુન્દ્રા, વિનોદ અંબારામભાઇ કાસુન્દ્રા અને ગોપાલ વસ્તાભાઇ કાસુન્દ્રા નામના શખ્સોએ પ્લોટ માલિકને પૂછ્યા વગર તેના પ્લોટમાં રેતી કપચી નાખેલ હતી. જેની જાણ થતા યુવાને રેતી નાખનાર આરોપીઓને બોલાવી અહીં રેતી ન નાખવા જણાવ્યું હતું. જે આરોપીઓને નહિ ગમતા ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ ફરિયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે વિશાલભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઇ.પી.કો. કલમ- ૫૦૪,૫૦૬ (૨),૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
જયારે અન્ય ફરિયાદ અનુસાર, મોરબી જિલ્લાના રવાપર ધુનડા રોડ પર દિનેશ લક્ષ્મણભાઇ કાલરીયા નામના આધેડના મકાનનું બાંધકામ ચાલુ હતું. ત્યારે તેઓએ તેમની બાજુમાં રહેલ ખુલ્લા પ્લોટમાં રેતી કપચી નાખેલ હતી. જે અંગે ઉશ્કેરાઈ જઈ આરોપી વિશાલ પ્રદીપભાઇ સેજપાલે ફરિયાદીદિનેશ લક્ષ્મણભાઇ કાલરીયાને ફોન કરી પ્લોટ પર બોલાવ્યા હતા અને ત્યાં રેતી ન નાખવા જણાવ્યું હતું. જેને લઈ દિનેશભાઇએ રેતી ત્યાંથી ઉપાડી લેવાનું કહેવા છતાં તેઓને આરોપીએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઇ.પી.કો. કલમ- ૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધાઈ આગળની તપાસ શરુ કરી છે,