Sunday, January 12, 2025
HomeGujaratમોરબીમાં કાર ચાલકે કારનો દરવાજો અચાનક ખોલતા બાઈક ઉપર પસાર થતા પિતા-પુત્રી...

મોરબીમાં કાર ચાલકે કારનો દરવાજો અચાનક ખોલતા બાઈક ઉપર પસાર થતા પિતા-પુત્રી ઘાયલ

મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોક નજીક એક સ્કોર્પિઓ કાર ચાલકે જાહેર રોડ ઉપર તરફુંકને અડચણ રૂપ થાય તે રીતે પોતાની કાર ઉભી રાખી આગળ પાછળ જોયા વગર પોતાની કારનો દરવાજો ખોલતા ત્યાંથી પસાર થઇ રહેલા બાઈક સવાર પિતા-પુત્રી સ્કોર્પિયો કારના દરવાજા સાથે અથડાતા પિતા-પુત્રી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જયારે બનાવ બાદ સ્કોર્પિયો ચાલક પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે સમગ્ર બનાવ બાબતે મોરબી સીટી એ ડિવિઝનમાં સ્કોર્પિયો કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે સ્કોર્પિયો ચાલકની અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર રવાપર રોડ ઉપર આવેલ સરદાર-૧ સોસાયટીમાં રહેતા હર્ષાબેન રમેશભાઇ બાબુલાલ કલોલા ઉવ.૪૨ એ મોટબી એ ડિવિઝન પોલીસ મથકમાં સંકોરપી કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૯૩૩૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૨૬ ફેબ્રુઆરીના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના અરસામાં સ્કોર્પીયો ફોરવીલ ગાડી જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ ભયજનક રીતે વાહન અકસ્માતનો બનાવ બને તે રીતે રસ્તામા ઉભી રાખી સ્કોર્પિયો કાર ચાલકે અચાનક પોતાની ગાડીનો દરવાજો ખોલતા હર્ષાબેનના પતિ રમેશભાઈ તથા દિકરી ધુર્વી મો.સા. લઇ ત્યાંથી પસાર થતા હોય ત્યારે અચાનક ખુલેલ કારના દરવાજા સાથે મો.સાયકલ અથડાતા રમેશભાઈને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા તથા ડાબા હાથે આંગળીઓ પાસે ફેકચર તેમજ દિકરી ધુર્વીને માથાના ભાગે તથા શરીરે મુંઢ ઇજા પોહચાડી ફોરવીલ ગાડીના ચાલકે પોતાના હવાલાવાળી ગાડી લઇ સ્થળ પરથી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સ્કોર્પિયો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!