મોરબી માં જાણે બિલાડીને જ દૂધનું રખોપુ સોંપ્યું હોય પછી એ બિલાડી જ દૂધ પી જાય તેવો કિસ્સો મોરબીમાં સામેં આવ્યો છે. મોરબીની ઈંડુંસઇન્ડ બેંકના મહિલા કર્મચારીએ કાળા કરી લાખોનો બેંક સાથે છેતપિંડી કરી હોવાનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.
ઇન્ડ્સઇન્ડ બેંકના ક્લસ્ટર મેનેજર હાર્દિક હરીશ માંકડ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, ક્લસ્ટર મેનેજર દ્વારા લાલપર પાસે આવેલા ઇન્ડ્સઇન્ડ બેંકના એટીએમમાં નાખવામાં આવેલ રકમ અને કાઢવામાં આવેલ રકમ તથા ટ્રાન્જેક્શન કેન્સલ થયા હોય એવી રકમનો હિસાબ ચેક કરવામાં આવતા 15 લાખનો ગોટાળો ખુલ્યો હતો. ત્યારે બેંક કર્મચારી નેહાબેન ધનસુખ ગજ્જર એટીએમનું સંચાલન અને એટીએમ કસ્ટડીયન હતા.
સમગ્ર મામલે તપાસ કરતા એટીએમની બેલેન્સ ૩૩,૮૮,૨૦૦ હતી જેમાંથી વેરીફીકેશન દરમિયાન ૧૮,૮૮,૨૦૦ મળી અવાય હતા. ત્યારે ૧૫ લાખ એટીએમમાં ન મળી આવતા તપાસ કરતા કર્મચારી નેહાબેન ગજ્જરે લીધા હોવાનું જણાવ્યું હતું. નેહાબેન ગજ્જરે અંગત ઉપયોગ માટે ૧૫ લાખ લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે બેંક કર્મચારી મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.