Thursday, December 11, 2025
HomeGujaratમોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરનારી ગેંગનો પર્દાફાશ, વધુ ૬ લોકો સામે...

મોરબીમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરનારી ગેંગનો પર્દાફાશ, વધુ ૬ લોકો સામે ગુનો નોંધાયો

ચાર મ્યુલ એકાઉન્ટ ધારકો તથા નાણા વ્હાઇટ કરવા ચલાવવામાં આવતા સિન્ડિકેટ સામે મોરબી સાયબર ક્રાઇમની કડક કાર્યવાહી

- Advertisement -
- Advertisement -

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મોટા પાયે સાયબર ફ્રોડના નાણા સગેવગે કરવાના ગુનામાં વધુ છ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે. આરોપીઓએ વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડથી મેળવાયેલા નાણા પોતાના એકાઉન્ટમાં જમા કરાવી ચેક તથા એટીએમ મારફતે ઉપાડી કમિશન મેળવ્યું હતું.
આ સમગ્ર ચેનલમાં ચાર મ્યુલ એકાઉન્ટ ધરાવતા યુવકો અને નાણા હવાલા ચેનલ ચલાવતી ગેંગનો ભેદ ઉકેલાયો છે. સાયબર ફ્રોડ મારફતે મળેલા ગેરકાયદેસર નાણાંને ગેંગ દ્વારા અલગ-અલગ માધ્યમો મારફતે સગેવગે કરાતા હતા. તપાસ દરમ્યાન આ ચેઈનમાં સંડોવાયેલ તમામ આરોપીઓ સામે પણ કાર્યવાહી થવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

મળતી માહિતી અનુસાર મોરબી સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં સગેવગે કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. અને વધુ છ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં આરોપી (૧)યશ મહેશભાઇ વાધડીયા રહે. સો-ઓરડી વાવડીવાળી લાઇન શેરી નં.૯ મોરબી-૨, (૨)કમલ જયેશભાઇ રાણપરા રહે. ખોખાણી શેરી જૈન ઉપાશ્રયની સામે મોરબી, (૩)દિપકદાસ કાન્તીદાસ વૈષ્ણવ રહે. સોની બજાર નકલંક ચોક ઇન્દ્રા એપાર્ટમેન્ટ ૩૦૧ રાજકોટ મોરબી, (૪)દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. અનંતનગર શેરી નં.૨ ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબી-૨, (૫)આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે. અનંતનગર શેરી નં.૨ ઉમા ટાઉનશીપની બાજુમાં મોરબી-૨ તથા (૬)વિરલ હિમંતભાઇ ઇસલાણીયા રહે.રવાપર રેસીડેન્સી રિધ્ધી-સિધ્ધી સોસાયટી ઇસ્કોન હાઇટસ બ્લોક નં.૮૦૧ રવાપર રોડ મોરબી તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

આ કેસમાં આરોપી યશ મહેશભાઈ વાધડીયા, કમલ જયેશભાઈ રાણપરા, દિપકદાસ કાંતીદાસ વૈષ્ણવ તથા દિવ્યરાજસિંહ જાડેજાએ તેમના બેંક એકાઉન્ટનો મ્યુલ ઉપયોગ કરી ફ્રોડની રકમ જમા કરાવી કમિશન મેળવ્યું હતું. આરોપી આયુષરાજસિંહ જાડેજાએ નાણા ઉપાડવામાં મદદરૂપ થયો હતો અને નાણા વ્હાઇટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે આરોપી વિરલ હિમંતભાઈ ઇસલાણીયા (ગજજર) એ વિવિધ એકાઉન્ટમાં જમા થતા નાણા એકઠા કરી તેને સગેવગે કરવાની જવાબદારી સંભાળી હતી. આ ગેંગે સંગઠિત રીતે સાયબર સિન્ડિકેટ ઉભું કરી રાજ્યોની બહારના સાયબર ફ્રોડ કરનાર સાથે સાંઠગાંઠ કરી નાણા ટ્રાન્સફર અને ઉપાડવાની ચેનલ બનાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગેંગના એકાઉન્ટમાં મોટા પાયે રકમ ટ્રાન્સફર થયા બાદ તાત્કાલિક ચેક અને એટીએમ મારફતે કેસ વિથડ્રૉ કરવામાં આવતી હતી. આરોપીઓએ પોતાના એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરી મોટી રકમને ફેરવી પોતે કમિશન પેટે આર્થિક લાભ મેળવ્યો હતો.

સાયબર ક્રાઇમ ટીમે આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, એકાઉન્ટ સ્ટેટમેન્ટ, મોબાઇલ વિગતો સહિતના પુરાવા એકત્ર કરી ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસમાં વધુ નાણા વ્હાઇટ કરનાર લોકો, બેંક એકાઉન્ટ ધારકો તથા મધ્યસ્થો સામે પણ કાર્યવાહી થવાની શક્યતાઓ છે. હાલ વધુ તપાસ સાયબર ક્રાઈમ પીઆઇ એન.એ. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને વધુ નામો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!