Thursday, January 16, 2025
HomeGujaratમોરબીમાં આચકી તથા માનસિક બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીમાં આચકી તથા માનસિક બીમારીથી કંટાળી યુવતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

મોરબીના સિપાઈવાસમાં રહેતી યુવતીને છેલ્લા દસેક વર્ષથી આચકીની બીમારી હોય તથા છેલ્લા બે ત્રણ મહિનાથી માનસિક બીમારી લાગુ પડતા જેની સારવાર મોરબી જામનગર લેવા છતા તબિયત સતત નાદુરસ્ત રહેતા કંટાળી જઈ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગયી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સિપાઈવાસ માતમ ચોક ખાતે રહેતા અફસાનાબેન ગુલામહુસેનભાઇ અબ્બાસભાઇ પઠાણ ઉવ.૨૯ એ ગઈકાલ તા.૩૦/૦૮ના રોજ સાંજના સમયે ઉપરોક્ત પોતાના રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ લેતા તેણીને તેમના પરિવારના સભ્યો દ્વારા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી ત્યારે ફરજ પરના ડોક્ટરે અફસાનાબેનને મરણ ગયાનું જાહેર કર્યા હતા. ત્યારે મૃતક અફસાનાબેનના પિતા દ્વારા આપેલ વિગતો મુજબ તેણી છેલ્લા દસ વર્ષથી આચકી આવતી હોય જેની સારવાર અમદાવાદ ખાતે લીધી હતી. ત્યારે છેલ્લા બે-ત્રણ મહિનાથી અફસાનાબેનને માનસિક બીમારી લાગુ પડી ગયી હોય જે બીમારી સબબ મોરબી તથા જામનગર સારવાર ચાલુ હોય પરંતુ માનસિક બીમારીમાં સારું થતું ન હોવાથી અફસાનાબેને અંતિમ પગલું ભરી પોતાના જીવનનો અંત આણ્યો હોય જે મુજબની વિગતો આપી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!