મોરબીમાં ગુંડાગર્દીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહિલા સાથે એપાર્ટમેન્ટના મેન્ટેનેસની રકમ બાબતે માંથાકૂટ કરી માથાભારે શખ્સે મહિલાની માલિકીના કોમ્પ્યુટર કલાસીસના કાચના બારીબારણામાં તોડફોડ કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ફલેટ નં-૫૦૨,પાંચમા માળે શીવઆશીષ એપાર્ટમેન્ટ કાયાજીપ્લોટ ખાતે રહેતી અને કોમ્પ્યુટર કલાસીસ ચલાવતી શીતલબેન ભાવેશભાઇ ચંદારાણાનો પારેખ શેરીમાં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ તેમના મેન્ટેનેસની રકમ બાબતે સામાવાળા કૃપાલસિંહ નાથુભા પરમારે ફોનમાં બોલાચાલી કરી મહિલાના શ્રીજી એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોર પર આવેલ કોમ્પ્યુટર કલાસીસના કાચના બારી-બારણામાં તોડફોડ કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.