રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સગીર બાળાઓના અપહરણના ગુન્હાઓ અને શારીરિક અડપલા અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે.ત્યારે રોજબરોજ સગીરા પર છેડતી ના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે વધુ એક બનાવ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની સગીર વયની દીકરીને એક વિધર્મી યુવકે બહેન-ભત્રીજીને ઉપાડી જવાની ધમકી આપી પોતાની હવસ સંતોષી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની સગીર વયની ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રોજ જયારે અભ્યાસ કરવા જતી ત્યારે શાળાની આસપાસ આંટા મારી આરોપી બિલાલ આદમભાઇ માણેક દ્વારા તેણીનો પીછો કરી સગીરાના ભોળપણાનો લાભ લઇ પ્રેમ જાળમાં ફસાવી હતી. અને બાદમાં વિધર્મી વિદ્યાર્થીનીને પોતાની સાથે ફરવા જવાનું કહી પોતાના વીસીપરામાં આવેલા રહેણાક મકાને લઈ ગયેલ હતો અને ત્યાં સગીરાને તેણીની નાની બહેન તથા ભત્રીજીને ઉઠાવી જવાની ધમકી આપી તેમજ પોતાના હાથમાં બ્લેડના ચેકા મારી લેવાની ધમકી આપીને ઈમોશનલ બ્લેકમેલ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે બનાવની જાણ સગીરાની માતાને થતા જ સગીરાની માતાએ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈસમ વિરુદ્ધ કલમ ૩૬૩, ૩૭૬ અને પોકસોની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.