Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં પતિની દુશ્મનાવટનો ખાર રાખી ચાર ઈસમોએ પત્ની ને માર મારતા પોલીસ...

મોરબીમાં પતિની દુશ્મનાવટનો ખાર રાખી ચાર ઈસમોએ પત્ની ને માર મારતા પોલીસ ફરીયાદ નોંધાઇ.

મોરબીના શનાળા ગામે પતિ સાથેની દુશ્મનાવટ નો ખાર રાખી પત્નીને ચાર ઈસમોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ મોરબીના શકત શનાળા ગામે આવેલ બહુચરાજીના મંદીર પાસે રહેતા હરખુબેન પ્રભુભાઇ ખાંભલા (ઉ.વ. ૪૦) એ આરોપીઓ રણધીરભાઇ રમેશભાઇ હણ (રહે તુલસી નગર મોરબી મુળ ગામ અમરાપર, મોરબી), કાનાભાઇ ખેંગારભાઇ કરોતરા (રહે અમારાપર,મોરબી) વેલાભાઇ કરણાભાઇ આલ (રહે શનાળા ગામ, મોરબી), વિશાલભાઇ વેલાભાઇ આલ (રહે શનાળા ગામ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૨ ના રાત્રીના નવેક વાગ્યાની અરશામા શનાળા ગામ નવા પ્લોટ વિસ્તાર ફરીયાદીના ઘર પાસે શેરીમા બનેલા આ બનાવમાં ફરીયાદીના પતિ સાથે આરોપીઓએ બે માસ પહેલા બોલાચાલી કરેલ હોય, જેને ઠપકો આપવા જતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. જેમાં મહિલાને ઇજા થયા બાદ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!