મોરબીની કારીયા સોસાયટીમાં ખુલ્લી જમીનમાં પતરાની આડશ માર્યા બાદ આડશ કાઢી લેવાનું કહેતા બે પરિવારો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જેમાં બન્ને પક્ષે છ-છ ઈસમો સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા આરીફભાઇ ઇસ્માઇલભાઇ દલે આરોપી અબ્દુલ અલારખા દલવાણી, ઇનુસ અબ્દુલ દલવાણી, ઇમ્તયાજ કાસમભાઇ દલવાણી,હબીબ અલારખા દલવાણી,સકિલ ઉમર પીંજારા, જુનેદ ઇકબાલ કાસમાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે પોતાના ઘર નજીક આરોપી અબ્દુલ અને ઇનુસ નો ભંગારનો ડેલો આવેલ છે અને આરોપીઓએ જાણ કર્યા વગર પોતાની માલિકીની જગ્યામાં પતરાની અડાશ કરતા પતરા કાઢી લેવા જણાવ્યું હતું. જેનો ખાર રાખી તમામ આરોપીઓએ ધોકા પાઈપ વતી આરીફભાઇ પર જીવલેણ હુમલો કરી માર માર્યો હતો. આ ફરિયાદને લઈને પોલીસે આરોપી હબીબ, ઉમર અને જુનેદને ઝડપી લીધા છે.
સમાપક્ષે યુનુસભાઇ અબ્દુલભાઇ દલવાણીએ આરોપી આરીફભાઇ ઇસ્માઇલભાઇ દલ, ઇસ્માઇલભાઇ દલ, આરીફભાઇના પત્ની, ઇમરાનભાઇ ઇસ્માઇલભાઇ દલ, એજાજભાઇ ઇસ્માઇલભાઇ દલ, જાવેદભાઇ સુલેમાનભાઇ દલ
વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા અનુસાર યુનુસભાઇના મકાનની સીડી પાસે આરોપીનો ખુલ્લો પ્લોટ આવેલ હોય જેમા આરોપીઓ એંઠવાડ નાખતા હોંવાથી ઢોર આવતા હતા. આથી યુનુસભાઇ એ આડું પતરું મારી દીધું હતું. પતરું અમારા પ્લોટમા ખોડેલ છે એવુ કહી આ કામના આરોપીઓએ ગાળો આપ્યા બાદ માર માર્યો હતો. આ બાબતે આરોપીઓને ઠપકો દેવા જતા તમામ આરોપીઓ લાકડાના ધોકા વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે બન્ને પક્ષે તપાસ હાથ ધરી હતી.