Friday, September 20, 2024
HomeGujaratમોરબીમાં વાણી વિલાસ કરતા શખ્સને અટકાવતા દુકાનદાર પર છરી વડે હુમલો કરાયો

મોરબીમાં વાણી વિલાસ કરતા શખ્સને અટકાવતા દુકાનદાર પર છરી વડે હુમલો કરાયો

મોરબીના રોટરીનગર ખાતે દુકાન પાસે વાણી વિલાસ કરતા શખ્સને અટકાવતા આ શખ્સે દુકાનદાર પર છરી વડે હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રોટરીનગરના ખુણે આવેલ હીંગળાજ મેગામોલ નામની દુકાન પાસે બેફામ ગાળાગાળી અને માથાકૂટ કરતા અર્જુનભાઇ પોપટભાઇ કુંઢીયા (રહે. ભીમસર મોરબી-૨)ને દુકાનદાર જેઠાનંદ ઉર્ફે જયેશભાઇ ઠાકોરદાસ કાંજીયાણીએ ગાળો બોલવાની ના પાડી ત્યાથી જતુ રહેવા જણાવ્યું હતું. જે આરોપીને ન ગમતા આરોપીએ ઉશ્કેરાઈ જઇ આ બાબતનો ખાર રાખી પોતાના પાસે રહેલ છરીનો એક ઘા જેઠાનંદ ઉર્ફે જયેશભાઇને ઝીંકી દેતા તેને ડાબા ખંભામાં ફેક્ચર જેવી ઇજા થઇ હતી જેથી જેઠાનંદ ઉર્ફે જયેશભાઇએ આરોપી અર્જુન સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૪, ૩૨૫, ૫૦૪, જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!