Sunday, December 29, 2024
HomeGujaratમોરબીમાં ચપલના બે વર્ષથી બાકી રૂપિયા માંગતા વેપારીને મળી જાનથી મારી નાખવાની...

મોરબીમાં ચપલના બે વર્ષથી બાકી રૂપિયા માંગતા વેપારીને મળી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં લુખ્ખાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમે બે વર્ષે પૂર્વે લીધેલ ચપ્પલના બાકી રૂપિયા ન આવતા વેપારીએ રૂપિયા અંગત ઈસમે વેપારીની ચપ્પલની દુકાને આવી “તુ કેમ મારી પાસે પૈસા માંગશ” તેમ કહી વેપારીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાનાં સજનપર ખાતે રહેતા અને મોરબીનાં રવાપર રોડ ખાતે આવેલ યદુનંદન કોમ્પ્લેક્ષમા ક્રિસ્ટલ શુઝ નામની દુકાન ધરાવતા મનીષભાઇ પ્રવીણભાઇ જીવાણીની દુકાનેથી મોઇનભાઇ ઇસ્માઇલભાઇ ચાનીયા (રહે.મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલની બાજુમાં શેરીનં.૫) નામની ઈસમ બે વર્ષ પહેલા ચપ્પલ લઇ ગયેલ હોય જેના રૂપીયા જે તે સમયે આપેલ ન હોય ત્યારબાદ ઈસમે ગત તા.૩/૭/૨૦૨૩ ના રોજ ફરીયાદીની દુકાને આવી ફરીયાદીને “તુ કેમ મારી પાસે પૈસા માંગશ” તેમ કહી વેપારી સાથે ઝપાઝપી કરી મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!