મોરબીમાં વ્યાજખોર પિતા-પુત્રએ બેન્ક કર્મચારી યુવાનને માર મારી એટીએમ લઇ લેતા યુવાને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સી ખાતે ટવીનટાવર બી-વીંગ બ્લોક માં રહેતા અને મોરબી ખાતે ઇન્ડુસઇન્ડ બેંકમાં નોકરી કરતા વિશાલભાઇ નરેન્દ્રભાઇ ગાંધી નામના યુવાન ને વ્યાજખોરોએ માર મારી એટીએમ ઝુંટવી લીધું હોવાની ફરિયાદ ઉઠી છે.વિશાલભાઈને નાણાં ની જરૂરિયાત ઉભી થતા તેઓએ આરોપી નિરવભાઇ અશોકભાઇ ગંદા અને અશોકભાઇ ગંદા (રહે.બંને મોરબી રવાપર ઘુનડા રવાપર રેસીડન્સી જમના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૧૦૩) પાસેથી મસમોટા વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યારબાદ જે વ્યાજે લીધેલ રૂપિયાનું ઉચું વ્યાજ ચુકતે કરી દીધું હોવા છતા વ્યંજકવાદી પિતા પુત્રે રૂપિયાનું લાલચે યુવાન પાસેથી પઠાણી ઉઘરાણી કરી ત્રાસ શરૂ રાખ્યો હતો આ ઉપરાંત વિશાલભાઈનું એ.ટી.એમ.પણ પડાવી લીધું હતું. ત્યાબાદ બનેએ બેફામ વાણી વિલાસ આચરી ઢીકાપાટુનો માર મારી અને જાન થી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલિસે બન્ને પિતા પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ આદરી છે.