Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં લગ્નપ્રસંગમાં થયેલ તકરાર બાબતે મહિલાને મારી નાખવાની ધમકી મળી

મોરબીમાં લગ્નપ્રસંગમાં થયેલ તકરાર બાબતે મહિલાને મારી નાખવાની ધમકી મળી

મોરબીમાં જૂની અદાવતમાં પરણિતાના પુત્રોને મારી નાખવાની ઘટના સામે આવી છે. જેમાં બે ઈસમોનો એક લગ્ન પ્રસંગમાં મોરબીની મહિલાના પતિ તથા નજીકમાં રહેતા ઓળખીતાને ઝઘડો થતા તેનો ખાર રાખી બે ઈસમોએ મહિલાના પુત્રોને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના વીસીપરા કુલીનગર ૧ ખાતે રહેતા ડીમ્પલબેન હિતેશભાઇ રાઠોડ નામની પરણિત મહિલા પોતાની બહેનપણીના ઘેર લગ્નપ્રસંગમાં ગયેલ જ્યા તેણીના પતિ તથા નજીકમાં રહેતા ઓળખીતાને ઝઘડો તકરાર થયેલ જે બાબતેનો રોષ રાખી બિલાલ હુશેનભાઇ ભટ્ટી (રહે. વીસીપરા સરકારી વાડી વિસ્તાર મોરબી) તથા અબ્બાસભાઇ અબ્દુલભાઇ બચડ (રહે.વીસીપરા નોતીયાર હોટલ ઉપર, મોરબી) નામના આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવી ગાળો બોલી શેરીમાં પડેલ મોટરસાયકલમાં ધારીયા તથા પાઇપ વડે નુક્શાન કરી ફરિયાદીના પુત્રોને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવઝન પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!