Wednesday, April 8, 2026
HomeGujaratમોરબીમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી યુવકે ફીનાઇલ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

મોરબીમાં વ્યાજખોર મહિલાના ત્રાસથી યુવકે ફીનાઇલ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

મોરબીમાં વ્યાજખોરી અને ઉધરાણીના ત્રાસથી કંટાળી એક યુવકે ફીનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર યુવકે મહિલા પાસેથી લીધેલા ઉંચા વ્યાજના રૂપિયા અને વ્યાજની ચુકવણી કરી આપેલ હોવા છતાં યુવકની પત્નીની ભાડે રાખેલ દુકાને આવી, વધુ ઉઘરાણી, ગાળાગાળી અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. સમગ્ર બનાવ અંગેની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે વ્યાજખોર આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં નાની વાવડી ધર્મનગર સોસાયટી બ્લોક નં.૨૪ માં રહેતા અને કુરિયર બોય તરીકે કામ કરતા વિવેકભાઈ પ્રકાશભાઈ માવાણી ઉવ.૨૭ એ વ્યાજખોરીના ત્રાસ અંગે આરોપી જયાબેન ખીમજીભાઈ મોરાડીયા રહે. નજરબાગ મફતીયાપરા ભડિયાદ મોરબી વાળા વિરુદ્ધ સિવિલ હોસ્પિટલના બિછાનેથી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, આરોપી મહિલા પાસેથી ઉંચા વ્યાજે ૫૦ હજાર રૂપિયા લીધા હતા. જેના બદલામાં ફરિયાદીએ રૂ.૪૦ હજાર વ્યાજ તથા મૂળ રકમ ગુગલ પે મારફતે ચૂકવી દીધા હતા. તેમ છતાં આરોપી મહિલા દ્વારા સતત વધુ રૂપિયાની ઉધરાણી કરવામાં આવતી હતી. ફરીયાદી વ્યાજ ન આપે તો તેની પત્નીની રવાપર રોડ કેપિટલ માર્કેટમાં રાખેલ ભાડાની દુકાને જઈ ગાળાગાળી કરી ઝઘડો કરતા અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. ત્યારે આ ત્રાસથી કંટાળી ફરીયાદીએ તા.૦૬/૦૪ના રોજ ફીનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળની કલમો મુજબ વ્યાજખોર મહિલા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!