Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં યુવકે મિત્રતા કેળવી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરી યુવતી અને પરિવારને...

મોરબીમાં યુવકે મિત્રતા કેળવી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરી યુવતી અને પરિવારને મારી નાખવાની ધમકી આપી

મોરબીના ઘૂટું નજીક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવી લાલપર ગામના શખ્સે ભરતનગર, ચોટીલા તેમજ ઘુંટુ નજીક આવેલી હોટેલમાં દુષ્કર્મ ગુજારી બાદમાં ધરાર સંબધો ચાલુ રાખવા દબાણ કરી અન્યથા પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી તાલુકા પોલીસે સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ઘૂંટુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીને લાલપર ગામે રહેતા ભગવાનજી બાબુ સાવરિયા નામના શખ્સ વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસે સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી છે. જેમાં આરોપી ભગવાનજી બાબુ સાવરિયાએ મિત્રતા કેળવી યુવતી ને પ્રથમ વખત મોરબી તાલુકાનાં ભરતનગર ગામ પાસે બાંધકામ સાઈટ પર લઈ જઈ શરીર સબંધ બાંધ્યો હતો. તેમજ ત્યાર બાદ ચોટીલા અને ધુવા નજીક આવેલ હોટેલ માં લઇ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું જેને લઇને મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!