મોરબીમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જેમાં બે ઈસમોએ સામુ જોવા જેવી નજીવી બાબતે એક યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા (મિ.)માં જેડાવાડા વિસ્તાર મુલ્તાનશા પીરની દરગાહ પાસે રહેતા હૈદરભાઇ અલીમામદભાઇ જેડાને પીપળીયા ચાર રસ્તા ખાતે બીયારણ લેવા ગયેલ ત્યારે પીપળીયા ચોકડી પાસે જે.કે. ટી હોટલ ખાતે ચા પીવા ઉભા રહેતા ત્યાં હુશેનભાઇ હૈદરભાઇ સંધવાણી તથા અવેશભાઇ હૈદરભાઇ સંધવાણી (રહે બન્ને સંધવાણી શેરી માળીયા તા.માળીયા(મી) જી.મોરબી)એ ત્યાં મોટરસાયકલ લઇને આવી આરોપીઓએ ફરિયાદી હૈદરભાઇ સાથે સામુ જોવા બાબતે બોલાચાલી કરી ઝગડો કરી ભુંડાબોલી ગાળો બોલતા ફરિયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજા કરી તેમજ હુશેન નામના આરોપીએ તેની પાસે રહેલ છરી વડે ફરીને ડાબી આંખ ઉપર કપાળના ભાગે છરી વડે ઇજા પહોંચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.