મોરબીના ત્રાજપર પાસે આવેલ શિવશક્તિ સોસાયટીમાં રહેતા યુવકે પોતાના ઘરની સામે જાહેર રોડ રસ્તા ઉપર ભરતી ભરાવી હોય જે બાબતે પાડોશીને સારું નહીં લાગતા યુવક સહિત બે યુવક ઉપર ત્રણ શખ્સોએ બોલાચાલી કરી ઝપાઝપી કરી યુવકને રોડ ઉપર પાડી દેતા રોડ ઉપર પથ્થર કે ઇટ હોય જેથી યુવકને માથામાં પાછળના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે હાલ ભોગ બનનાર યુવક દ્વારા ત્રણેય શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબી-૨ ત્રાજપરમાં શિવશક્તિ સોસાયટીમાં રહેતા મયુરભાઇ નારણભાઇ પાટડીયા ઉવ.૨૪ના કાકાએ સોસાયટીના રોડ રસ્તા ઉપર ભરતી ભરેલ હોય જે શિવશક્તિ સોસાયટીમાં જ રહેતા દિપકભાઇ, દિલીપભાઇ તથા વિપુલભાઇના ઘર સામે ભરતી ભરેલ હોય જેથી આરોપીઓને સારૂ નહી લાગતા ગત તા. ૦૨/૦૮ના રોજ મયુરભાઈના કાકા સાથે આ ત્રણેય શખ્સો ઝઘડો કરવા આવ્યા હતા ત્યારે મયુરભાઈએ અને તેના ભાઈએ ઝઘડો થવાનું કારણ પૂછતાં ત્રણેય શખ્સોએ એકદમ ઉશ્કેરાઈ જઈ મયુરભાઈને અને તેના ભાઈને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો મારતા જે દરમિયાન મયુરભાઈ પડી જતા રોડ પર રહેલ ઇટ અથવા પથ્થર માથાના પાછળના ભાગે લાગતા ઇજા થઈ હતી. ત્યારે સોસાયટીમાં રહેતા વધારે માણસો ભેગા થઈ જતા મયુરભાઈને છોડાવેલ હોય ત્યારે ત્રણેય શખ્સો ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. જેથી મયુરભાઈ અને તેમના ભાઈને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ પોલીસમાં અરજી કરી હતી. જે બાદ આરોપી દિપકભાઇ ગોકળભાઇ પાટડીયા, દિલીપભાઇ રાધુભાઇ પાટડીયા તથા વિપુલભાઇ ગોકળભાઇ પાટડીયા રહે બધા મોરબી ત્રાજપર શિવ શકિત સોસાયટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.