મોરબીમાં ગઈકાલે યુવકનુ રહસ્યમય રીતે મોત નિપજયું છે. જેમાં મોરબીનાં નવી-જુની પીપળી ગામ આગળ રવિપાર્ક સોસાયટી જેતપર રોડ ખાતે રહેતા રાજેશભાઇ ખીમજીભાઇ પરમાર નામના યુવકને ગઈકાલે અઢી વાગ્યાની આસપાસમા પોતાના ઘરે ઉલટી જેવુ થતા ૧૦૮ મા સારવાર અર્થે તેઓના માતા અમ્રુતાબેન યુવકને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં યુવકને મેડીકલ વોર્ડમા વેન્ટીલેટર ઉપર દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાની સાસપાસમાં તેનું મોત નિપજતાં ફરજ પરના ડોકટરે યુવકને મરણ જાહેર કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.